શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 23 નવેમ્બર 2013 (12:34 IST)

પ વર્ષ કે તેનાથી વધુનો સજાપાત્ર ગુનો બનતો હોય તેવી વ્યાકિત ચૂંટણી લડવા માટે ગેરલાયક

P.R
ર૦૧૪ માં યોજાનાર લોકસભાની ચૂંટણી પૂર્વ દેશનાં ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલ સોગંદનામા અનુસાર જે વ્ય કિત ઉપર કોર્ટમાં પ વર્ષ કે તેનાથી વધુ સમયનો સજાપાત્ર ગુનો બનતો હોય તેવી વ્યજકિત ચૂંટણીમાં ઉભા રહેવા ગેરલાયક ઠરશે.

ખરડાયેલો ઇતિહાસ ધરાવતા લોકોની ચૂંટણી લડવા પર રોક લગાવતું આ પગલું પ્રજાનાં હિતમાં રહેશે.

જો કે જે કથિત ઉમેદવારો પર ચૂંટણીનાં ૬ મહિના અગાઉ કે તેની પહેલા ચાર્જ ફ્રેમ થયા હશે તેમને જ ગેરલાયક ગણવામાં આવશે.

પબ્લીક ઇન્ટ.રેસ્ટં ફાઉન્ડેહશન નામક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પીઆઇએલ ફાઇલ કરી છે જેની સુનાવણી હાલ થઇ રહેલ છે. આ પીઆઇએલમાં સુપ્રીમ કોર્ટ ને અયોગ્યમ ઉમેદવારને ચૂંટણી લડવા માટે નામંજૂરી આપવાની અરજ કરવામાં આવી છે.

ગત જુલાઇથી જ જો કે સુપ્રીમ કોર્ટે શ્રેણીબધ્ધર ચૂંટણી સુધારાઓનાં ખરડાઓ પસાર કર્યા છે. જેમાં જે પણ ધારાસભ્ય કે લોકસભાનાં સભ્યક કોઇપણ ક્રિમીનલ કેસમાં કેસમાં કસુરવાર ઠરે તેમનું સભ્યણપદ તત્કા લીન ધોરણે રદ કરવું કે પછી મતદારો ને જો ચૂંટણીમાં એક પણ ઉમેદવાર મત આપવા યોગ્યસ ન જણાય તો ‘નો-વોટ' નો વિકલ્પણ આપવો. વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યુંત હતું કે વિવિધ રાજકીય પાર્ટીઓનાં રજૂ થતા ઘોષણા પત્રોમાં મતદારોને આર્કષવા કંઇ કેટલીય ખોટી જાહેરાતો થાય છે આવી વસ્તુજઓથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દૂષિત થાય છે. આ મુદાઓ પર ચુંટણી પંચને સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકાઓ બનાવવાની પણ સુચના આપી હતી.

જો કે કેન્દ્રગ સરકારે ચૂંટણી પંચનું સોગંદનામું નકારી કાઢયું હતું કારણ કે તેમને દેશહત છે કે આ દરખાસ્તુનો રાજકીય પાર્ટીઓ દુરપયોગ કરીને એક-બીજાનાં હરીફો પર મનઘડત ક્રિમીનલ કેસ ઠીકી દેશે.

જસ્ટીનસ આર. એમ. લોઢા કે જેઓ આ સોગંદનામાં ઉપરની સુનાવણીની બેન્ચ ના હેડ છે તેઓએ જણાવેલ કે ચાર્જ ફ્રેમ કરાયા નાં સંજોગો બાદ આરોપીની પ્રમાણિકતા, વિશ્વસનીયતા અને ચરિત્ર ઉપર દહેશત જાગે તે સ્વ ભાવિક છે અને આરોપી પાસે ધારાસભ્યો કે પછી પાર્લામેન્ટનમાં બેસવા યોગ્યહ લાયકાત રહેતી નથી.

જો કે પાર્લામેન્ટીરી સ્ટેોન્ડીં્ગ કમીટી જે વ્યલકિતગત કે સાર્વજનીક ફરીયાદો, કાયદો અને ન્યાુય વિભાગ સંભાળે છે તેઓ ચૂંટણી પંચના આ મુદા સાથે સહેમત નથી. તેઓના મત અનુસાર આ વિષય પર પહેલેથી કાયદાકીય જોગવાઇ છે અને ઘણાં કેસોમાં ફરીયાદી પક્ષ જે તે સમયે રાજકીય વગ ધરાવતી પાર્ટીનાં પ્રભાવ હેઠળ હોય છે.

જો કે ચૂંટણી પંચે સોગંદનામામાં સુપ્રીમ કોર્ટમાં ખુલાસો કરેલ છે કે પ્રથમ દર્શનીક પુરાવો જો ન્‍યાયધીશ કે ન્યાંય કચેરી માન્યર કરે તે પછી જ આરોપી પર ચાર્જ ફ્રેમ કરાશે.