શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 14 મે 2014 (12:30 IST)

પકડાયેલા બધા આતંકી એક જ સમુદાયના કેમ ? ગિરીરાજ

લોકસભા ચૂંટણી પરિણામ પહેલા એક્ઝિટ પોલના તારણોએ એનડીએની સરકાર બનાવી દીધી છે. જેની અસરથી જાણે ભાજપ નેતા ઘેલમાં આવી ગયા હોય તેમ મનફાવે એવા નિવેદનો આપી રહ્યા છે. વિવાદાસ્પદ નિવેદનો આપવામાં ચર્ચિત ભાજપના નેતા ગિરિરાજ સિંહે ફરી એક વખત ભડકાઉ  નિવેદન આપ્યુ છે. 
 
ગિરિરાજ સિંહે એક ખાસ સમુહને નિશાન પર લેતા કહ્યુ  જે આતંકી પકડાય છે તે એક જ સમુદાયના કેમ હોય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ગિરિરાજ સિંહ મંગળવારે બોકારો કોર્ટમાં સુનાવણી માટે આવ્યા હતા.  બોકારોમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ કે હુ તે સમુદાયના દરેક લોકોને દોષી માનતો ન અથી. પણ ધર્મનિરપેક્ષતાની વાતો કરનારા લોકોના મ્હો પર તાળા કેમ લાગી જાય છે.  
 
આ ઉપરાંત તેમણે કહ્યુ કે પાકિસ્તાન મોદીને પીએમ બનતા રોકવાનુ કામ કરી રહ્યુ છે. ભારતમાં પણ અમુક લોકો એવા છે જેમનુ રાજનીતિક મક્ક-મદિના પાકિસ્તાનમાં છે. તેવા લોકો મોદીને રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ લોકોની જગ્યા પાકિસ્તાનમાં છે. 
 
ગિરિરાજ સિંહના આ નિવેદનની બધી રાજનીતિક પાર્ટીઓએ નિંદા કરી છે. કોંગ્રેસનુ કહેવુ છે કે ગિરિરાજ સિંહને દરેક વસ્તુમાં ધર્મ દેખાય છે. કોંગ્રેસ નેતા રાશિદ અલ્વીએ કહ્યુ કે આતંકવાદી માત્ર એક જ કોમ્યુનિટીના પકડાતા નથી. ગિરિરાજને દરેક વસ્તુમાં ધર્મ દેખાય છે.