શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વારાણસી , રવિવાર, 20 એપ્રિલ 2008 (15:30 IST)

પવિત્ર ગંગાને અસ્તિત્વ ખોવાનો ભય

વારાણસી. હિંદુઓ માટે માતા સમાન અને ભારતીય સભ્યતાની આધાર પવિત્ર ગંગા નદીમાં કાશીમાં પ્રદૂષનનો સ્તર એટલો બધો વધી ગયો છે કે હવે તેના અસ્તિત્વ પર ખતરો આવી પડ્યો છે. પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે તેની અંદર ડુબકી લગાવનારને મોક્ષ પ્રાપ્તિ મળે ન મળે પણ અનેક પ્રકારના રોગોથી ગ્રસ્ત થવાનો ખતરો જરૂર ઉભો થઈ ગયો છે.

વૈજ્ઞાનિક આંકડા જણાવે છે કે ફક્ત કાશીની અંદર જ પવિત્ર ગંગા નદીમાં લગભગ ચાલીસ કરોડ સીવરનું પાણી કાઢવામાં આવે છે અને આ ગંદકી બિલકુલ જ તેની પાસે જ ઢોળવામાં આવે છે જેની પર દેશ વિદેશથી આવેલા શ્રધ્ધાળુ ડુબકી લગાવે છે અને આચમન કરે છે.

કાશી હિંદુ વિશ્વવિદ્યાલય સ્થિત ભારતીય પ્રૌદ્યોગીક સંસ્થામાં ગંગા અનુસંધાન પ્રયોગશાળાના પ્રમુખ પ્રોફેસર ઉદયકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે આજે ગરમીમાં ઘણી વખત એવી સ્થિતિ થઈ જાય છે કે કાશીની અંદર ગંગામાં એટલુ જ શુદ્ધ પાણી પ્રવાહિત થાય છે જેટલુ તેમાં સીવરનું પાણી મળેલુ હોય છે.

વારાણાસીમાં ગંગાને સ્વચ્છ રાખવા માટે પાછલાં ત્રણ દશકાથી સંઘર્ષરત સંકટમોચન ફાઉંડેશનના અધ્યક્ષ પ્રોફેસર વીરભદ્ર મિશ્રએ પોતાની વેદનાને ઠાલવતાં જણાવ્યું હતું કે અમે આ ગંગાજળથી આચમન કેવી રીતે કરીએ. જ્યારે કે આનો સ્પર્શ, દર્શન અને તેનું પાન હિંદુ ધર્મમાં ખુબ જ પવિત્ર અને પુણ્ય માનવામાં આવે છે.