શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

પિકનીકની મજા માણતા મોતને ભેટ્યા (જુઓ વીડિયો)

પર્યટન સ્થળ પાતાળપાની(મધ્યપ્રદેશ)માં પિકનિક મનાવવા ગયેલ પાંચ લોકો અચાનક નદીમાં ખાબકતા 200 ફૂટ નીચે ઝરણાંમાં વહી ગયા. એક યુવક પાણીના ઝડપી આવેગને કારણે નસીબજોગે એક પત્થરમાં અટવાય ગયો, અને બીજો એક યુવકે પણ કિનારે કોઈ પત્થરને પકડી રાખતા તે બચી ગયો જ્યારે કે ઈન્દોરની બે યુવતીઓ સહિત ત્રણ લોકો ઝરણામાં પડીને વહી ગયા.


હરદા નિવાસી ચંદ્રશેખર રાઠી(51) તેમની પુત્રી મુદ્રિકા(22)તેમના કાકાનો પુત્ર કનિષ્ક પિતા દિનેશ(19) અને છવિ પિતા પુરૂષોત્તમ દાસ ધૃત(22)નિવાસી ઓલ્ડ અગ્રવાલ નગર ઈન્દોર અને અન્ય એક યુવક પિકનિક મનાવવા પાતાળપાણી ગયા હતા. પાતાળપાણીમાં છીછરા પાણીના સ્થળ પર અનેક મોટા મોટા પત્થરો ખડકાયેલા છે જ્યા પિકનિક પર આવતા અનેક લોકો ઉતરીને તેના પર બેસે છે. આ દિવસે પણ અનેક લોકો પિકનિક પર આવ્યા હતા. મોટાભાગના લોકો મોબાઈલ પર વીડિયો શૂટિંગ કરી રહ્યા હતા. ચંદ્રશેખર રાઠી અને તેમનુ ગ્રુપ પણ કેમેરા દ્વારા શૂટિંગ કરવામાં વ્યસ્ત હતા.

અચાનક ત્યાં એનાઉંસ કરવામાં આવ્યુ કે અહી પાણી છોડવામાં આવી રહ્યુ છે તેથી દરેક પાણીમાંથી બહાર આવી જાય. મોટાભાગના લોકો આ સાંભળીને પાણીમાંથી બહાર નીકળી આવ્યા પણ રાઠી અને તેમનુ ગ્રુપ કેમેરામાં પાણીના આવેગને કેદ કરવામાં મશગૂલ બની ગયા કે પછી વધુ પડતા ઓવરકોંફિડંસમાં ભૂલી ગયા કે આગ અને પાણી સાથે ક્યારેય મસ્તી ન કરી શકાય. તેઓ એ ભૂલી ગયા કે તેઓ પાણીના વેગને કેમેરામાં કેદ કરવા જઈ રહ્યા છે, અને પોતે પણ પાણીના માર્ગમાં જ ઉભા છે..