શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 29 માર્ચ 2013 (11:51 IST)

પ્રધનામંત્રી બોલ્યા મુલાયમ દગો કરી શકે છે, પણ સરકાર પર સંકટ નથી

P.R

યુપીએ સરકારને બહારથી સમર્થન આપી રહેલ સમાજવાદી પાર્ટી પર દેશના પ્રધાનમંત્રી મનમોહન સિંહને પુર્ણ વિશ્વાસ નથી. પ્રધાનમંત્રીએ સ્વીકાર કર્યુ છે કે સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી શકે છે. જો કે તેમણે દાવો કર્યો છે કે મુલાયમ જો સમર્થન પણ પરત ખેંચી લે તો પણ તેમની સરકાર પડવાની નથી. પ્રધાનમંત્રીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે યૂપીએ સરકારમાં સૌથી મોટી સહયોગી રહેલ ડીએમકે હવે યૂપીએ-2ની સાથે નથી.

સરકાર મુલાયમ સિંહ અને માયાવતીના ભરોસે છે. શુ તમને લાગે છે કે સરકાર વર્તમાન દિવસોમાં અસ્થિર થઈ ગઈ છે ? એવી આશંકા લગાવવામાં આવી રહી છે કે આગળ જઈને મુલાયમ સિંહ સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી શકે છે ? તો પ્રધાનમંત્રીએ કહ્યુ, ગઠબંધન સરકારમાં મુસીબતો આવે છે. પરંતુ તેથી સરકાર સામે જોખમ હોવાનો કે સમય કરતાં વહેલી ચૂંટણી થવાની સંભાવનાઓને વડાપ્રધાને નકારી હતી.

ગઠબંધનના બંધનોને સુધાર પ્રક્રિયામાં અવરોધરૂપ ન બનવા દેવાનો સંકલ્પ વ્યક્ત કરતા મનમોહને કહ્યુ હતુ કે સરકારને સુધાર કાર્યક્રમ આગળ વધારવાનો વિશ્વાસ છે અને તેના પરિણામ આગામી થોડા મહિનાઓમાં સામે આવશે. તેઓની વાતથી એવું પ્રતીત થતું હતું કે તેઓ ખુદને આગામી લોકસભા ચૂંટણી પછી વડાપ્રધાનની હોડમાંથી બહાર નહીં રાખે.

મનમોહનસિંહે કહ્યુ હતુ કે એ સ્વાભાવિક છે કે ગઠબંધનને અનેક મુદ્દાઓનો સામનો કરવો પડે છે. તેથી કોઈપણ પ્રકારની સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે.