શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 મે 2014 (14:56 IST)

પ્રિયંકા ગાંધી પર બોલ્યા મોદી - અહી પુત્રીઓ પર નિવેદનો નથી કરાતા

. ભાજપાના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ એક ઈંટરવ્યુમાં કહ્યુ છે કે પ્રિયકા ગાંધી વાડ્રા તેમની પુત્રી જેવી છે. તેથી હુ તેમના રાજનીતિક હુમલાનો જવાબ નથી આપી રહ્યો. મોદીએ કહ્યુ કે અમારી ત્યા પુત્રીઓ પર હુમલા નથી થતા. પણ મોદીનુ આ કહેલુ લોકો સુધી ન પહોંચવા દેવામાં આવ્યુ. કારણ કે જે દૂરદર્શનને આપેલ ઈંટરવ્યુમાં આ વાત કહેવામાં આવી. તેને એડિટ કરી દેવામાં આવ્યુ. 
 
એક અંગેજી છાપા મુજબ દૂરદર્શને મોદીનો ઈંટરવ્યુ રેકોર્ડ કર્યા પછી બે દિવસ સુધી ન બતાડાયો.  પછી અચાનક તેને  કોઈ પૂર્વ સૂચના આપ્યા વગર જ પ્રસારિત કરવામાં આવ્યો. .  એટલુ જ નહી ઈંટરવ્યુના અનેક ભાગોને એડિટ કરવામાં આવ્યા. તેમા જ પ્રિયંકા ગાંધીવાળી ટિપ્પણી પણ હતી. મોદીએ કહ્યુ હતુ .. સોનિયા અને રાહુલ ગાંધી મારા રાજનીતિક પ્રતિદ્વંદી છે. તેથી હુ તેમનો ઉલ્લેખ કરુ છુ. પણ પ્રિયંકા ગાંધીની સાથે એવુ નથી. અત્રે એ ઉલ્લેખનીય છે કે મોદીનો આ ઈંટરવ્યુ દૂરદર્શનની વેબસાઈટ પર પણ નથી. આ ઈંટરવ્યુ દરમિયાન જ મોદીએ કહ્યુ હતુ કે ગુજરાત દૂરદર્શનને મોટી આવક આપે છે છતા પણ આ ન્યૂઝ ચેનલ પર બેન કરવામાં આવ્યા.