શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: અમેઠી , સોમવાર, 13 એપ્રિલ 2009 (09:48 IST)

પ્રિયંકાને છે રાહુલના લગ્નની આતુરતા

કોગ્રેસના યુવા નેતા સાંસદ રાહુલ ગાંઘી પોતાના વિવાહની વાતને ભલે હસીને ટાળી દેતા હોય, પરંતુ તેમની નાની બહેન પ્રિયંકા વઢેરાને પોતાના ભાઈના લગ્નની ઉતાવળ છે.

પ્રિયંકાનુ કહેવુ છે કે રાહુલના લગ્ન થશે તો તેમને ઘણું જ સારુ લાગશે. તેમનુ માનવુ છે કે તેમના 38 વર્ષીય ભાઈએ હવે લગ્ન કરી લેવા જોઈએ. તેનાથી તેમની નાની નાની ઘરેલુ જવાબદારીઓન બોઝ ઓછો થઈ જશે.

પ્રિયંકાએ આ વાત સંવાદદાતાઓના એ સવાલ પર કહી જેમા એમને પૂછવામાં આવ્યુ હતુ કે તેઓ રાહુલને પ્રધાનમંત્રીના રૂપમાં જોવાનુ પસંદ કરશે કે એક વિવાહિત પુરૂષના રૂપમાં.

તેમને કહ્યુ રાહુલને લગ્નના બંધનમાં બંધાયેલો જોઈને મને ખૂબ જ સારુ લાગશે.

રાહુલના પ્રધાનમંત્રી બનવા અંગે પ્રિયંકાએ કહ્યુ તેમના પ્રધાનમંત્રી બનવા અંગે મારી કોઈ મહત્વાકાંક્ષા નથી. મારો મતલબ છે કે જો એ પ્રધાનમંત્રી બને તો મને ખૂબ જ આનંદ થશે પરંતુ આ કોઈ એવી વસ્તુ નથી જેની અમે આશા કરીએ.