શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

બંગાળ સેન્ય છાવણી પર હુમલો, 24 જવાન મર્યા

પશ્વિમ બંગાળના વેસ્ટ મીદનાપુર જિલ્લાના સિલદાહ ખાતે જોઈન્ટ સિક્યોરિટી ફોર્સિસ કેમ્પ ઉપર માઓવાદીઓએ કરેલા સશસ્ત્ર હુમલામાં અર્ધલશ્કરી દળના ઓછામાં ઓછ 24 જવાન માર્યા ગયા છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ એન.એસ.નિગમેક કહ્યું હતું કે, આશરે 25 મોટરસાઈકલ પર સવાર થઈને 50 જેટલા માઓવાદીઓ ત્રાટકયા હતાં અને તેઓ અતિ આધુનિક શસ્ત્રોથી સજ્જ હતા. લો એન્ડ ઓર્ડર આઈજીપી એ. પુરકાષ્ટે કહ્યું હતું કે, માઓવાદીએ હુમલો કર્યો ત્યારે કેમ્પમાં થોડા ઘણા ઓફિસર્સ અને ઈએફઆરના 51 જવાન મોજુદ હતાં. નિગમે કહ્યું હતું કે, કેમ્પ તરફ લઈ જતા રસ્તાના સમગ્ર પટ્ટા પર માઓવાદીઓએ સુરંગ જાળ બિછાવી હતી.

સુત્રોએ કહ્યું હતું કે, વિસ્ફોટોમાં નવ જવાન બળીને ભડથું થઈ ગયાં હતાં જ્યારે બીજા પાંચ બુલેટનો ભોગ બન્યાં હતાં. હજુ સુધી બીજી વિગતો આવી નથી. આ બનાવ સાંજે 5.30 વાગ્યે બન્યો હતો અને છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે પણ બન્ને પક્ષે ગોળીબાર ચાલુ હતાં.

દરમિયાન માઓવાદી નેતા કિશનજીએ હુમલની જવાબદારી સ્વીકારી છે. તેણે કહ્યું હતું કે, ચિદમ્બરમના ઓપરેશન ગ્રીન હન્ટને આ અમારો જવાબ છે. કેન્દ્ર સરકાર અમારી સામે લશ્કરી કાર્યવાહી અટકાવશે નહીં ત્યા સુધી અમે આવી રીતે જ જવાબ આપીશું. તેણે એવો દાવો કર્યો હતો કે, ઈસ્ટર્ન ફ્રંટીઅરના ઓછામાં ઓછા 35 જવાન માર્યા ગયાં છે.