શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 7 ઑગસ્ટ 2009 (12:17 IST)

બેંક હડતાળથી માઠી અસર

બેંક હડતાળનો આજે બીજો દિવસ

P.R
પીએસયુ બેંક કર્મચારીઓની રાષ્ટ્રવ્યાપી હડતાળ આજે બીજા દિવસમાં પ્રવેશી હતી. હડતાળના બીજા દિવસે દેશભરના એટીએમને માઠી અસર થઇ હોવાના સંકેત મળી રહ્યા છે. કેશ ટ્રાન્ઝીકશનને પણ અસર થઇ છે. અલબત્ત ખાનગી બેંકો સામાન્ય રીતે કામ કરી રહી છે પરંતુ મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળ પર હોવાથી સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

25 રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ ઉપર છે. પગારમાં વધારો અને અન્ય માંગણીઓની સાથે સાથે બીજા વિકલ્પની તેમની માંગણી છે. ઇન્ડિયન બેંકસ એસોસિએશનને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માગના સંદર્ભમાં હજુ કોઇ પ્રતિક્રિયા આપી નથી. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા દાવો કરાયો છે કે હડતાળને સંપૂર્ણ સફળતા મળી રહી છે.