શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ભાજપની કાર્યકારિણી બેંગલુરૂમાં મળશે

12થી 14 સપ્ટેમ્બર દરમિયાન મળશે

ભાજપની મહત્ત્વની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આગામી 12 થી 14 સપ્ટેમ્બર દરમિયાન બેંગલુરૂમાં મળશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચુંટણી માટે રણનીતિ તૈયાર કરવામાં આવશે.

આ બેઠક અંગે માહિતી આપતાં મુખ્તાર અબ્બાસ નકવી એ જણાવ્યું હતું કે દેશમાં ચારેબાજુ વધી રહેલ આતંકવાદ, સિમી પ્રત્યે કેન્દ્રનું કુણું વલણ, ભ્રષ્ટાચાર,મોંઘવારી અને પરમાણુ કરાર અંગે સરકારનું વલણ જેવા મહત્ત્વનાં મુદ્દા ઉઠાવવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આગામી નવેમ્બર મહિનામાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ,દિલ્લી, જમ્મુ કાશ્મીર, મિઝોરમમાં આવનારી ચુંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ઝારખંડની રાજકીય સ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે.

આ સાથે આવતાં વર્ષે આવનારી લોકસભાની ચુંટણીને લઈને અડવાણીનાં નેતૃત્ત્વમાં વિજય સંકલ્પ યાત્રા નીકાળવામાં આવનાર છે, જેની બ્લ્યુ પ્રિન્ટ પણ બેંગલુરૂમાં મળનારી રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બનાવવામાં આવશે. આ કાર્યકારિણીનું ઉદ્દઘાટન અધ્યક્ષ રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવશે, જ્યારે વિરોધ પક્ષનાં નેતા લાલકૃષ્ણ અડવાણી સમાપન પ્રસંગે વક્તવ્ય આપશે. તેમજ આ બેઠકમાં રાજકીય ભ્રષ્ટાચાર પર પણ પ્રસ્તાવ લાવવામાં આવશે.