શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

ભાજપની વધુ એક રથયાત્રા નીકાળશે

અયોધ્યા અને સોમનાથ બાદ અમરનાથ યાત્રા

ચુંટણી નજીક આવતાં ભાજપને ફરીથી રથયાત્રાનો માર્ગ યાદ આવ્યો છે. આ વખતે અમરનાથ ભૂમિ વિવાદ અને આંતરિક સુરક્ષા જેવા પ્રમુખ મુદ્દાને કેન્દ્રમાં રાખી રથયાત્રા નીકાળવાનું વિચારી રહી છે. આ યાત્રા બાદ અમરનાથ યાત્રાનાં હાલ પણ અયોધ્યા જેવા ન થાય તેવી ચિંતા વિહિપનાં નેતાઓએ વ્યક્ત કરી છે.

લાલકૃષ્ણ અડવાણીનાં નેતૃત્ત્વમાં અયોધ્યા રથયાત્રામાં નિકળ્યા બાદ રાજકીય રીતે સત્તાની નજીક આવેલ ભાજપ ફરીથી આવા જ કોઈ ધાર્મિક અને સંવેદનશીલ મુદ્દાને લઈને રથયાત્રા નીકાળવા ઈચ્છે છે. તો યુપીએ સરકાર દ્વારા બહુમતિ હિન્દુઓની કરાઈ રહેલી ઉપેક્ષા અને દેશની સુરક્ષા અંગેનાં મુદ્દાને ઉઠાવે તેવી શક્યતા છે.

શનિવારે વિવાદાસ્પદ અમરનાથ યાત્રા સમાપ્ત થઈ ગઈ. ભાજપનાં ઘણાં પદાધિકારીઓની આજે એક મહત્ત્વપૂર્ણ બેઠક સમાપ્ત થઈ. જેમાં આ મુદ્દાને જનમાનસમાં જીવિત રાખવાનાં ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દો રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે, તેથી પક્ષ પ્રમુખ રાજનાથસિંહ કે પ્રધાનમંત્રી પદનાં દાવેદાર રથયાત્રા કરીને લોકોમાં આ મુદ્દે જાગૃતિ ફેલાવે તેવો મત બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. પણ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. જો કે વિશ્વ હિન્દુ પરિષદ આ મુદ્દે ભાજપ દ્વારા અભિયાન શરૂ કરે તેનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું માનવું છે તેનાથી મુદ્દો ઉકેલાવાની જગ્યાએ ગુચવાઈ જશે. વિહિપ નેતાઓનું માનવું છે જેવી રીતે અયોધ્યા મંદિરનાં હાલ થયા તેવી રીતે અમરનાથ યાત્રાનો હાલ થશે.