શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 23 એપ્રિલ 2009 (18:37 IST)

મહારાષ્ટ્રમાં ફક્ત 35 ટકા મતદાન

મતદાનનું પ્રમાણ ઓછું રહે તેવી સંભાવના

લોકસભાની ચુંટણીમાં ગરમીની અસર દેખાઈ રહી છે. ગુરૂવારે થયેલા દ્વિતીય ચરણનાં મતદાનમાં 40 ટકા જેટલું ઓછું મતદાન થયું છે. 12 રાજ્યોમાં 140 બેઠકો પર થયેલાં મતદાનમાં બપોર પછી જ મતદાને ઝડપ પકડી હતી.

જો કે વિવિધ રાજ્યોમાં થયેલા મતદાન અંગે પ્રાપ્ત આંકડા મુજબ મહારાષ્ટ્રમાં 35 ટકા મતદાન, ઓરીસ્સામાં 40થી 42 ટકા, કર્ણાટકમાં 40 ટકા અને અસમમાં 48 ટકા મતદાન નોંધાયું હતું.

રાજધાની રાંચીથી 190 કિલોમીટર દૂર ઝારખંડનાં ગીરીડીહ જિલ્લમાં નક્સલીઓએ સરકારી વાહનને નિશાન બનાવીને વિસ્ફોટ કર્યો હતો. જેમાં બે મતદાન કર્મચારી ઘાયલ થયા હતા. તો પૂર્વી અને પશ્ચિમી સિંહભૂમિ જિલ્લામાં બમ વિસ્ફોટ અને સુરંગથી બ્લાસ્ટ કર્યો હતો.

બીજા ચરણનાં મતદાનની શરૂઆત ધીમી થઈ હતી. પણ બપોર બાદ મતદાન કેન્દ્રોમાં ભીડ જોઈ શકાતી હતી. જો કે હજી સુધી મતદાનની ટકાવારી જાણી શકાઈ નથી. આજે 19 કરોડ મતદારો પોતાનાં મતદાન અધિકારનો ઉપયોગ કરશે. તેમજ નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી કરાવવા માટે સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઓરીસ્સામાં બપોરે 12 વાગ્યા સુધીમાં 12 ટકા મતદાન નોંધાયું હતું. તો અસમમાં 20 ટકા મતદાન નોંધાયું હતું. ઓરીસ્સા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભા માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે.