શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઈ : , બુધવાર, 8 જાન્યુઆરી 2014 (00:00 IST)

મહારાષ્ટ્રમાં શિવસેના-BJPએ આપને આપ્યો કરારો ઝટકો

P.R
મહારાષ્ટ્રમાં ખેડૂતોની સૌથી મોટી પાર્ટી ગણાતી સ્વાભિમાની શેતકરી સંગઠન એનડીએમાં જોડાઈ ગયું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં માતોશ્રી નિવાસસ્થાને બીજેપી, આરપીઆઈ અને સ્વાભિમાની શેતકરી સંગઠનના નેતાઓ વચ્ચે બે કલાક સુધી વાતચીત થવા પામી હતી.

આ મુલાકાત પછી સ્વાભિમાની શેતકરી સંગઠનના અધ્યક્ષ રાજૂ શેટ્ટીએ એનડીએમાં જોડાવાની ઘોષણા કરી હતી. મહારાષ્ટ્રમાં ખેડૂતો પર રાજૂ શેટ્ટીની પકડ સારી છે. તેમણે કહ્યું કે તેઓ ચાર બેઠકો પર ચૂંટણી લડવાની પોતાની માંગણી પર કાયમ છે. બેઠકોની વહેચણી મામલે આવનારા સપ્તાહે નિર્ણય લેવામાં આવશે.

સ્વાભિમાની શેતકરી સંગઠન એનડીએમાં જોડાવાથી મહારાષ્ટ્રમાં એનડીએની તાકાત વધશે પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું કહેવું છેકે રાજૂ શેટ્ટીનું એનડીએમાં જોડાવાથી કોંગ્રેસ અને એનસીપી પર કોઈ ફર્ક પડશે નહીં. આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છેકે રાજુ શેટ્ટી અમારી સાથે વાતચીતનો દોર આરંભીને શિવસેના ભાજપા પર દબાણ વધારવાની કોશિષ કરી રહ્યાં હતાં. અમને આ પ્રકારની રાજનીતિ મંજૂર નથી એટલે અમે રાજૂ શેટ્ટીની પાર્ટી સાથે ગઠબંધન કર્યું નથી.