શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મારા પર ભ્રષ્ટાચારનો આરોપ તો મુકી જુઓ !! - દિગ્વિજય

P.R
કોંગ્રેસ મહાસચિવ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે રાષ્ટ્રીકય સ્વયંસેવક સંઘ અને ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે આ બંને તેમના પર ભ્રષ્ટાશચારનો એક આરોપ તો બતાવી જુએ...

તેમણે ઇન્દોરમાં રવિવારે રિલાયન્સ ગ્રાઉન્ડ પર કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે, હું ભાજપ અને સંઘને પડકાર ફેંકું છું કે તેઓ મારા પર ભ્રષ્ટાચચારનો એકપણ આરોપ મૂકી જુએ. આ આરોપને સાબિત કરવા તો બહુ દૂરની વાત છે. દિગ્ગીએ ભ્રષ્ટા ચાર મુદ્દે મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓને ઘેરતાં કહ્યું કે અહીં ક્લાર્ક, સ્ટોરકીપર અને પટાવાળાના ઘરેથી પણ દરોડામાં કરોડોની સંપત્તિ મળે છે. આ વાતથી જ અંદાજો લગાવી શકાય છે કે અહીં ભ્રષ્ટાચાર કેટલી હદે વકર્યો છે.

તેમણે આરોપ લગાવ્યો કે આખા રાજ્યની ખાણો ભાજપી નેતાઓના સંબંધીઓના નામે કરી દેવાઇ છે. દિગ્વિજયે કહ્યું કે, પૂર્વવર્તી કોંગ્રેસ સરકારના સમયમાં રાજ્ય પર ર૬,૦૦૦ રૂપિયાનું દેવું હતું. જે ભાજપના વર્તમાન રાજ્યમાં વધીને ૯૪,૦૦૦ કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, આગામી વર્ષ સુધી રાજ્ય એક લાખ કરોડ રૂપિયાના દેવા તળે દબાઇ શકે છે.

કોંગ્રેસના કાર્યકર્તા સંમેલનમાં પાર્ટી અધ્યક્ષ કાંતિલાલ ભૂરિયાએ રાજ્ય સરકારની મહત્વકાંક્ષી મુખ્યમંત્રી કન્યાદાન યોજનામાં અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાધચારના આરોપ લગાવ્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના રાજમાં ‍રાજ્ય વિકાસની દોડમાં ૧૦ વર્ષ પાછળ ધકેલાઇ ગયું છે.




સૌજન્ય - જીએનએસ.