શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વાર્તા|
Last Modified: નાસિક , સોમવાર, 3 માર્ચ 2008 (15:23 IST)

માલેગાંવના જૈન મંદિરમાંથી 23 પ્રાચિન મૂર્તીઓની ચોરી

નાસિક(વાર્તા) મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકામાં સ્થીત એક જૈન મંદિરમાં રવિવારે રાત્રે ત્રાટકેલા તસ્કરોએ ગર્ભગૃહમાં પ્રવેશીને વિવિધ દેવી-દેવતાઓની કુલ 23 મૂર્તીઓની ચોરી કરી હતી. આ બનાવ અંગે મંદિરના પૂજારીએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, નાસિક જિલ્લાના માલેગાંવ તાલુકામાં આવેલા એક જૈન મંદિરમાં ગઈકાલે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. તેઓએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશીને વિભિન્ન દેવતાઓની કુલ 23 મૂર્તીઓની ચોરી કરી હતી. વહેલી સવારે પૂજા કરવા મંદિરમાં પહોંચેલા પૂજારીને આ બાબતની જાણ થતાં જ તેમણે પોલીસ બોલાવી હતી. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી તસ્કરોનુ પગેંરુ દાબવાના પ્રયાસો હાથ ધર્યા છે. ભગવાનની પ્રાચિન મૂર્તીઓની ચોરીથી જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.