શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: બુધવાર, 19 ફેબ્રુઆરી 2014 (11:44 IST)

મુકેશ અંબાણી પાસેથી ફંડ લેવામાં 'આપ' ને કોઈ વાંધો નથી

P.R
આપ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે એક પ્રશ્નના જવાબમાં એવુ કહીને સૌને ચોંકાવી દીધા કે જો મુકેશ અંબાણી પાર્ટીને ફંડ આપે છે તો તેમને એ સામે કોઈ વાંધો નથી.

યોગેન્દ્રએ કહ્યુ કે જો ફંડની રકમ 10 લાખથી વધુ હશે તો તેના પર પીએસી નિર્ણય કરશે અને ફંડનો હેતુ શુ છે એ પણ જોશે. તેમણે કહ્યુ કે 10 લાખથી ઓછા રકમ પર મુંબઈ નિર્ણય કરશે

અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના પૂર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુકેશ અંબાણી પર ગેસ મુદ્દાનેલઈને કેસ નોંધાવ્યો છે.

યોગેન્દ્રને એક પ્રેસ કોંફરેંસમાં જ્યારે પૂછવામાં આવ્યુ કે જો મુકેશ અંબાણી તમને પૈસા આપશે તો શુ તમે લેશો ? જેના જવાબમાં તેમણે કહ્યુ કે જો તેઓ 9 લાખ 999 રૂપિયા અમને આપશે અને મુંબઈના લોકો તેને સ્વીકાર કરવા તૈયાર થશે તો પાર્ટીના પીએસી સુધી આ મુદ્દો નહી જાય. તેમણે કહ્યુ કે પણ જેવી આ રકમ 9 લાખ 99 હજાર 999 રૂપિયા થશે તો તમારી પોલિટિકલ એડવાઈઝરી કમિટીમાં આ મામલો જશે અને કમિટી જોશે કે આ પૈસો ક્યાથી આવી રહ્યો છે અને આ પૈસામાં કંઈક ગડબડ તો નથી ને.