શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદી vs નીતીશ વોર, શુ 17 વર્ષ જૂની દોસ્તી તોડશે ?

અડવાણી સેક્યુલર, મોદી સાંપ્રદાયિક -નીતીશ

P.R

નીતિશ કુમારના નિવેદન પર વિરોધી દળોએ ઘણા પ્રશ્નો ઉઠાવ્યા છે. સમાજવાદી પાર્ટીનુ કહેવુ છે કે જ્યારે નીતિશને બિહારના સીએમ બનવુ હતુ તો તેણે બીજેપી ધર્મનિરપેક્ષ પાર્ટી લાગતી હતી અને હવે જ્યારે મોદીનુ નામ સામે આવ્યુ છે તો તે ધર્મનિરપેક્ષતાની વાત કરી રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસનુ કહેવુ છે કે નીતીશ કુમાર કયા આધાર પર મોદીને સાંપ્રદાયિક બતાવી રહ્યા છે અને અડવાણીને ધર્મનિરપેક્ષ માને છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યુ કે સત્તા માટે ક્યારેક ટોપી પણ પહેરવી પડે છે ક્યારેક તિલક પણ કરવુ પડે છે.

વાજપેયીના કર્યા વખાણ

નીતીશ કુમારે કહ્યુ કે બીજેપીમાં અટલ બિહારી વાજપેયી હતા જે સૌને સાથે લઈને ચાલતા હતા. અટલ રાજધર્મની વાત કરતા હતા. નીતીશ કુમારનુ આ નિવેદન મોદી પર સીધો હુમલો છે. તમને યાદ અહ્શે કે મોદીએ પોતાની સદ્દભાવના યાત્રા દરમિઓયાન એક મુસ્લિમ ધાર્મિક નેતાના હાથથી ટોપી પહેરાવાની ના પાડી દીધી હતી. એ જ ઘટનાને પ્રતીક બનાવતા પ્રધાનમંત્રી પદ માટે મોદીની દોડ પર નીતિશ કુમારે બ્રેક લગાવી દીધી છે. આર-પારની લડાઈના સંકેત આપતા નીતીશે જનતા દળ યૂનાઈટેડના રાષ્ટ્રીય અધિવેશનમાં સ્પષ્ટ કરી દીધુ છે કે તેમને મોદી મંજૂર નથી.

અયોધ્યા મુદ્દા પર પણ માગ્યો જવાબ

નીતીશના મુજબ એવો નેતા દેશનુ નેતૃત્વ નથી કરી શકતો જે બધાને સાથે લઈને ન ચાલી શકે. બીજેપીએ ડિસેમ્બર સુધી પ્રધાનમંત્રી પદના ઉમેદવારને નક્કી કરવાનુ અલ્ટીમેટમ આપતા જેડીયૂના અધિવેશનમાં પાસ કરેલ રાજનીતિક પ્રસ્તાવમાં પણ સ્પષ્ટ કહ્યુ છે કે પ્રધાનમંત્રી પદના ઉમેદવાર એવો વ્યક્તિ હોવો જોઈએ જે ધર્મનિરપેક્ષ હોય અને પછાત રાજ્યો અને સમાવેશી વિકાસના એજંડાને લઈને આગળ વધે. સમાન આચાર સંહિતા અને અયોધ્યા મુદ્દા પર બીજેપી પોતાના વિચાર સ્પષ્ટ કરે. મોદી પર નિશાન તાકતા નીતીશ પોતાના અલ્પસંખ્યક વોટ બેંકને સંબોધિત કરતા રહ્યા.

આગળ વાંચો શુ તૂટી જશે 17 વર્ષ જુનુ ગઠબંધન ?



ગુજરાત મોડલની મજાક

નીતીશે મોદીના વિકાસના મોડલની પણ મજાક ઉડાવતા તેમને તાનાશાહી તરીકે ઓળખાવ્યા. નીતીશ કુમારે કહ્યુ કે ઈમરજેંસીમાં શુ થયુ હતુ. એક રાજ્યમાં આ બધુ ઠીક છે પણ આખા દેશમાં નેતૃત્વ એ જ કરી શકે જે સૌને સાથે લઈને ચાલે. નીતીશ કુમારે અહી સુધી કહ્યુ કે તેઓ ખુરશી ગુમાવવા તૈયાર છે, પણ મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નહી બનવા દે. નીતીશનો મોદી વિરોધ ભીજેપી માટે સંકટ બની ગયો છે. પાર્ટીમાં સત્તા સંઘર્ષ ચરમ સીમા પર છે, અને નીતીશના એલાને આગમાં ઘી નાખવાનું કામ કર્યુ છે. નારાજ બીજેપીએ જેડીયૂને કડક શબ્દોમાં યૂપીએ વિરુદ્ધ રાજનીતિક લડાઈ લડવાની સલાહ આપી છે.

શુ તૂટી જશે 17 વર્ષ જૂનુ ગઠબંધન ?

મોદી વિરુદ્ધ નીતિશના નિવેદનો પાર્ટીએ દુર્ભાગ્યવશ બતાવ્યા છે. નીતીશના ભાષણ પછી જેડીયૂ અને બીજેપી વચ્ચે તણાવ વધી ગયો છે. નીતીશ કુમારનો મોદી વિરોધ ઘણો આગળ વધી ગયો છે. આવામાં પ્રશ્ન એ ઉઠે છે કે નીતીશનો આ કેવો વિરોધ છે, જ્યા તે મોદીને સાંપ્રદાયિક અને બીજેપીને ધર્મનિરપેક્ષ માને છે. હાલ બંને પાર્ટીઓ ગઠબંધન ચલાવવાની વાત કરી રહી છે, પણ પ્રશ્ન એ પણ છે કે મોદી અન એ નીતિશ વચ્ચે છેડાયેલ જંગને કારણે શુ 17 વર્ષ જૂની દોસ્તી બચશે ખરી ?