શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 16 ઑક્ટોબર 2013 (17:33 IST)

મોદી અને અડવાણી ફરી એક મંચ પર

P.R
બીજેપીના ભીષ્મ પિતામહ મતલબ લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના મુખ્યમંત્રીને પાર્ટીના પીએમ ઉમેદવાર બનાવવાથી નારાજ છે. પણ હવે ધીરે ધીરે તેમની નારાજગી ખતમ થઈ રહી છે. પહેલા મધ્યપ્રદેશના ભોપાલમાં અડવાણીએ મોદીની સાથે મંચ શેર કરી વિરોધીઓને આ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો કે બીજેપીમાં અંદરોઅંદર કોઈ વિવાદ નથી, અને હવે એકવાર ફરીથી તે ગુજરાતના અમદાવાદમાં મોદીની સાથે એક મંચ પર જોવા મળશે. પ્રધાનમંત્રી ઉમેદવારીના પદ સાચવ્યા બાદ પહેલીવાર અડવાણી ગુજરાતમાં મોદીની સાથે જોવા મળશે.

પ્રધાનમંત્રી ઉમેદવારીનુ પદ સંભાળ્યા બાદ અડવાણી ગુજરાતમાં મોદીની સાથે જોવા મળશે. નરેન્દ્ર મોદીએ ગુજરાત બીજેપીને અડવાણીની યાત્રાને ભવ્ય રીતે પ્રદર્શિત કરવાનો આદેશ આપ્યો છે. આ માટે જોઈતી તૈયારીઓ કરવામાં આવી છે. અડવાણી અને મોદી સાબરમતી નદી કિનારે અમદાવાદ નગર નિગમ દ્વારા બનાવેલ બગીચાઓનું ઉદ્ધઘાટન સંયુક્ત રૂપે કરશે. એએમસીના આ કાર્યક્રમમાં મોદીની હાજરીમાં અડવાણી આ બગીચાઓને જનતાને સોંપશે. મોદીની હાજરીમાં અડવાણી આ બગીચાઓને જનતાને માટે ખુલ્લા મુકશે. મોદીની સાથે અડવાણીનો આ કાર્યક્રમ આ માટે પણ મહત્વનો છે કે ગાંધીનગર સીટ પરથી સંસદ રહી ચુકેલા અડવાણી 2011 પછી પહેલીવાર ગુજરાતના કોઈ મોટા સાર્વજનિક કાર્યક્રમમાં જોવા મળશે.