શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 31 જાન્યુઆરી 2014 (15:23 IST)

મોદી-રાહુલના પ્રચાર માટે 500 કરોડ ક્યાંથી આવ્યા - કેજરીવાલ

P.R
લોકસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલ આમ આદમી પાર્ટી પસંદગીની સીટ પર ચૂંટણી લડશે. પણ કેજરીવાલે સ્પષ્ટ કરી દીધુ છે કે આ વખતે તેમની પાર્ટી ભ્રષ્ટ નેતાઓ વિરુદ્ધ પોતાના ઉમેદવાર ઉતારશે. આજે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં કેજરીવાલે એવા નેતાઓની લિસ્ટ વિશે જણાવ્યુ જેમના વિરુદ્ધ પાર્ટી પોતાના ઉમેદવાર ઉતારશે.

કેજરીવાલે કહ્યુ કે મારો વિચાર છે કે આપણે ભ્રષ્ટાચારીઓનુ લિસ્ટ બનાવીશુ અને લોકોને પૂછીશુ કે શુ આમને સંસદમાં મોકલવા જોઈએ કે નહી. મેં દેશના બેઈમાનોનું લિસ્ટ બનાવ્યુ છે. તેમના વિરુદ્ધ અમે ચૂંટણી લડીશુ. કેજરીવાલે ખુલ્લા મંચ પરથી તેમના નામ ગણાવ્યા..

સુરેશ કલમાડી, નિતિન ગડકરી, સુશીલ શિંદે, યેદુરપ્પ, પ્રફુલ્લ પટેલ, અનંત કુમાર, વીરપ્પા મોઈલી, એચ.ડી. કુમારાસ્વામી, ચિદંબરમ, કપિલ સિબ્બલ, અલાગિરી, કનિમોજી, સલમાન ખુર્શીદ, જી. કે વાસન. માયાવતી, મુલાયમ સિંહ યાદવ, અનુ ટંડન, શ્રી પ્રકાશ જયસ્વાલ, જગમોહન રેડ્ડી, અનુરાગ ઠાકુર, પવન બંસલ, ફારૂખ અબ્દુલ્લા, તરુણ ગોગોઈ, રાહુલ ગાંધી, એ રાજા, કમલનાથ, શરદ પવાર.

કાર્યકારિણીમાં કેજરીવાલે કહ્યુ કે અમે અહી સત્તા ઝડપવા નથી આવ્યા. અમે સીએમ, મંત્રી કે પીએમ બનવા માટે દેશમાંથી ભ્રષ્ટાચારને દૂર કરવા આવ્યા છીએ. અમારુ હેતુ હોવો જોઈએ કે સંસદની અંદર એક પણ ભ્રષ્ટાચારી ન આવે. પુત્ર-વહુ, પરિવારવાદ ન ચાલે. પહેલા લોકો પાસે વિકલ્પ નહોતો. અમે લોકોને વિકલ્પ આપીશુ. કેજરીવાલે કહ્યુ કે રાહુલ-મોદીની છબિ ચમકાવવા માટે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આ રૂપિયા ક્યાથી આવી રહ્યા છે.