શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , સોમવાર, 10 ફેબ્રુઆરી 2014 (11:32 IST)

મોદી સાથે મુલાકાત કરી છે કોઈ પાકિસ્તાની, ચીની કે આતંકવાદી સાથે નહી - શરદ પવાર

:
P.R
કેન્દ્રિય કૃષિ પ્રધાન શરદ પવારે આખરે નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતનો સ્વીકાર કર્યો છે. થાણેનાં એક કાર્યક્રમમાં સફાઇ આપતા કહ્યુ કે ગુજરાતનાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કોઇ પાકિસ્તાની, ચીની કે આતંકવાદી સાથે મુલાકાત નથી. નોંધનીય છે કે 17 જાન્યુઆરીએ શરદ પવારે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી સાથે ગૃપ્ત મુલાકાત કરી હતી.

થાણેમાં શનિવારે એક કાર્યક્રમમાં શરદ પવારે કહ્યુ કે કેન્દ્રિય કૃષિ પ્રધાન હોવાને કારણે દેશનાં વિવિધ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરવામાં ખોટુ શું છે ? તેમણે કહ્યુ કે કૃષિ મંત્રી હોવાથી દેશમાં ખાદ્ય ઉત્પાદન વધારવા અને ખાદ્ય સુરક્ષા કાયદાને ક્રિયાન્વિત કરવાની તેમની જવાબદારી છે. અને આ જ કારણોસર મારે અનેક રાજ્યોનો પ્રવાસ કરવો પડે છે.

પશ્ચિમ બંગાળનાં પ્રવાસ દરમિયાન મમતા બેનર્જી, ઓરિસ્સામાં નવીન પટનાટક, મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ, અને અમદાવાદ ગયો ત્યારે નરેન્દ્ર મોદીને મળ્યો.

કેટલાક લોકોએ મોદી સાથેની મુલાકાતનો ખોટો અર્થ કાઢ્યો. જે બેબુનિયાદ છે.