શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: આગ્રા , ગુરુવાર, 21 નવેમ્બર 2013 (12:32 IST)

મોદીની આગ્રા રેલીમાં આજે કોમી રમખાણના આરોપી સોમ અને રાણાનું મંચ પર સન્માન થશે !!

. બીજેપી આજે આગ્રા રેલીમાં મુજફ્ફરનગર રમખાણોના આરોપી સાંસદ સંગીત સોમ અને સુરેશ રાણાનું સન્માન કરશે. આ બંને સાંસદોએ મુજફ્ફરનગરમાં તોફાનોને ભડકાવવાના આરોપમાં ઘરપકડ કરી હતી. પાર્ટી બંનેનુ સન્માન આજે આગ્રામાં થનારી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન કરશે. આ બંને વિઘાયક હાલ જામીન પર છે.
P.R

પાર્ટીનુ કહેવુ છે કે બંને સાંસદોનુ સન્માન એ માટે કરવામાં આવશે જેથી પાર્ટી કાર્યકર્તાઓને રાજ્ય સરકાર વિરુદ્ધ લડાઈની પ્રેરણા મળે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે બંને સાંસદોને પીડિતો સાથે વાતચીત કરવાના બદલામાં તેમને બનાવટી મામલાઓમાં ફસાવીને જેલ મોકલી દીધા હતા.

આ પહેલા નરેન્દ્ર મોદી પણ બહરાઈચની પોતાને રેલીમાં એવુ કહી ચુક્યા છે કે સંગીત સોમ અને સુરેશ રાણાને બનાવટી કેસમાં ફસાવીને બીજેપીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંગીત સોમ અને સુરેશ રાણાની સપ્ટેમ્બરમાં રમખાણો ભડકાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. સંગીત સોમ પર તો એવો પણ આરોપ હતો કે તેણે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ પર ભડકાઉ વીડિયો નાખ્યો.

પ્રશ્ન એ છે કે શુ રમખાણોના નામ પર બીજેપી રાજકારણીય ફાયદો ઉઠાવવાની તાકમાં છે ? શુ વોટોનુ ધ્રુવીકરણ કરવાની તૈયારી થઈ રહી છે ? કેમ બીજેપી રમખાણોના દાગી નેતાઓનું સન્માન કરી તેમને નાયક બનાવી રહી છે ? રાણા અને સોમ મુજફ્ફરનગર રમખાણોના આરોપી છે. આ રમખાણોમાં લગભગ 70 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. કાયદાની પણ તેમણે કોઈ ચિંતા ન કરી. તેથી જ તો રોક હોવા છતા ભડકાઉ ભાષણો આપતા રહ્યા. તેમના પર યૂપીનુ સાંપ્રદાયિક વાતાવરણ બગાડવાનો આરોપ છે. કાયદાની નજરમાં ભલે તેઓ રમખાણોના આરોપી છે, પણ તેમની પાર્ટી માટે કોઈ હીરોથી ઉતરે એવા નથી. તેથી જ તો બીજેપી પોતાના બંને સાંસદોનુ આજે મોદીના મંચ પર સાર્વજનિક રૂપે સન્માન કરવાની છે.