શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મોદીનો બહરાઈચ ક્ષેત્રમાં ચુંટણી ડંકો, કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપો

P.R

. નેપાળની સીમા પાસે આવેલ બહરાઈવ ક્ષેત્રમાં આજે મોદીનો ચુંટણી ડંકો વાગશે. પટના રેલી પછી ઉત્તરપ્રદેશના બહરાઈચમાં થઈ રહેલ આ રેલી સરકાર માટે પડકાર છે. પટનામાં થયેલ આતંકવાદી ઘટનાને જોતા પોલીસ અને જીલ્લા સરકાર નરેન્દ્ર મોદીની રેલીની લઈને કોઈ કસર નથી છોડવા નથી માંગતા.

જુઓ મોદીનુ લાઈવ ભાષણ




- મોદીએ કહ્યુ કે જે રાજ્યએ આઠ આઠ પીએમ આપ્યા. કેટલા મોટા દિગ્ગજ નેતા છે. આખા દેશની તાકત લઈને બેસ્યા છે. તેઓ બધુ જ કરી શકે છે. જો તેઓ વિચારી લે કે તેઓ જનતાની ભલાઈનું કામ કરશે તો કેમ નથી કરતા. તમે તેમને વારંવાર ચૂંટીને લઈ આવો છો તેથી જ હુ કહુ છુ કે બહુ થઈ ગયુ હવે સમય આવી ગયો છે. દેશ એકવીસમી સદીમાં રમવા માટે મેદાન નહી આપે.

- આ યુપીએ દેશને આટલા પીએમ આપ્યા. યુપીમાં ભલાઈનુ કામ કર્યુ હોત. અહી વ્યવસ્થા કાયમ કરી હોત. જો માત્ર યુપીનો જ વિકાસ કર્યો હોત, માત્ર યુપી જ આગળ વધ્યુ હોત તો હું કહુ છુ કે પૂરો દેશ આગળ વધી ગયો હોત.

- તેમને ફક્ત વોટનીતિની રાજનીતિ કરવી ગમે છે. નેતાઓ એવુ વિચારે છે કે તેમની ખુરશી સલામત રહે ભલે પછી દેશનો નાગરિક સલામત રહે કે ન રહે.

- અહીમાં વારેઘડીએ લોકો મને કહે છે કે મોદીજી કંઈ પણ કરો પણ વીજળી આપો, કમસે કમ સાંજે ભોજન સમયે તો વીજળી આપો. ગુજરાતમાં પણ આ જ હાલત હતી. અમે પણ ગુજરાતમાં 2000 મેગાવોટ વીજ્ળીનુ ઉત્પાદન કર્યુ અને આજે ગામે ગામે વીજળી છે.

- એક ભાઈએ મને કહ્યુ મોદીજી તમે નવા છો તમને શાસનનો અનુભવ નથી તમે 24 કલાક વીજળીનુ જે વચન આપ્યુ છે તે પુર્ણ કરવુ મુશ્કેલ છે. મે કહ્યુ આ કામ મુશ્કેલ છે તેથી જ તો લોકોએ મને ખુરશી પર બેસાડ્યો છે નહી તો તેમને મારી જરૂર શુ પડત.


- મિત્રો યુપીમાં વીજળી જવી તે કોઈ સમાચાર નથી પણ વીજળી આવે ત્યારે લોકો ચર્ચા કરે છે. ઉત્તરપ્રદેશને વીજળી આપવાની આ નેતાઓને ચિંતા નથી. મિત્રો નેતા એ હોય જે વીજળીનુ ઉત્પાદન કરે તો પહેલા જનતાને આપે પછી પોતે ઉપયોગ કરે.

- યુપીના સીએમ યુવાન છે. તેમણે કહ્યુ મોદીજી અમને ગુજરાતના સિંહ આપો. તેમને લાગ્યુ કે મોદીના ગુજરાતમાં સિંહ જે તેથી તેઓ સિંહ જેવી ગર્જના કરે છે. તેથી અમે પણ માંગી લઈએ. અમે તેમને સિંહ આપી દઈશુ પણ મને ખુશી થતી કે તેઓ ગાય માંગતા, યુપી માટે વીજળી માંગતા.


- આ લોકો વચ્ચે એ વાતની હરીફાઈ ચાલે છે. કે કરપ્શનની. તેમણે 200 કરોડનુ સમાધાન કર્યુ તો અમે 500 કરોડનું કરીશુ. સપા બસપા બંને મળીને દિલ્હીની સરકારને બચાવી રહી છે. તેમને ખબર છે કે તેમના સમર્થન વગર દિલ્હીની સરકાર નથી ચાલી શકતી.

- તેઓ યુપી માટે રેલ માંગશે તો રેલ મળશે. જો તેઓ યુવાનો માટે રોજગાર માંગશે તો મળી શકશે કે નહી મળી શકે. બંગાળથી મમતા બગાળ માટે લડે છે. પણ યુપીની સરકાર દિલ્હીની સરકારને બચાવે છે. તેઓ સીબીઆઈથી બચવાની મદદ માંગે છે. પોતાની પાર્ટીની ભલાઈ માટે તેઓ કલાકારોનો ઉપયોગ કરે છે. અમે એ જ મહાન કલાકારનો ગુજરાત ટુરીઝમ માટે ઉપયોગ કર્યો. આજે તેમના જ કારણે આજે ગુજરાત ટુરીઝમ ટોપ પર છે. આજે ઘર ઘરના લોકો ગુજરાત વિશે જાણે છે. જો તેઓ પણ આ રીતે યુપી માટે કોઈ કલાકારને માંગતા તો શુ તેમને ન મળતો.

- ગુજરાત ખૂબ આગળ છે, મધ્યપ્રદેશ બીમાર રાજ્ય મનાતુ હતુ. તેમ છતા મ.પ્રના લોકોએ દસવર્ષથી ભાજપને તક આપી તેથી જ તો આજે હું ગર્વથી કહ્યુ છુ કે આજે મપ્રમાં આજે ખેડૂતોને પાણી મળી રહે છે. મપ્રમાં ખેતીમાં ક્રાંતિ કરી બતાવી. જેટલી વીજળી 50 વર્ષમાં ઉત્પન્ન કરી તેનાથી વધુ ભાજપે 10 વર્ષમાં ઉત્પન્ન કરી છે.

- અહીના નવયુવાનોમાં સાહસ છે તેમણે નિર્ણય કરવાનો છે. મારા ગુજરાતનુ કોઈ ક્ષેત્ર એવુ નથી જ્યા યુપીના યુવાનો આવીને મહેનત નથી કરતા. તેઓ જ્યા મહેનત કરે છે ત્યા માટીને સોનુ બનાવી દે છે. જો તેમને આ જ તક યુપીમાં મળી જાય તો તેમને આટલે દૂર ઘર છોડીન જવુ નહી પડે અને યૂપીનો પણ વિકાસ થશે.


- મે એક પ્રયોગ કર્યો છે ગુજરાતમાં.. નોકરી માટે કોઈ ઈંટરવ્યુ નહી કોઈ ભાઈભતીજાવાદ નહી.. બસ તેમના માર્કસ જુઓ અને જેમના માર્કસ ટોપ પર હોય તેમને નોકરીનો આર્ડર આપી દો. કોઈ ભલામણ નહી.


- અહીના ખેડૂતોને તેમની મહેનતના પૈસા સમયસર મળતા નથી,દિવાળી નીકળી ગઈ પણ હજુ ખેડૂતોને તેમના પૈસા નથી મળ્યા પણ અમારે ત્યા ખેડૂતોને વિજ્યાદશમી પછી જ મળી જાય છે.

- ભારતના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકાય છે.


- ભાજપનો ઘોડો તો વિનમાં છે, કોઈ કહે છે કે આટલી સીટો મળશે તો કોઈ કહે છે એટલી સીટો મળશે. જો યુપીના યુવાનો પોતાની તાકતનો યોગ્ય ઉપયોગ કરશે તો ભારતમાં રાજનીતિક સ્થિરતા આવી શકે છે. હુ અહી તમને એ જ પ્રાર્થના કરવા આવ્યો છુ. આ કૃષ્ણ ભૂમિ હિન્દુસ્તાનનું ભાગ્ય બદલવા આવી ગયુ છે. અમે યુપીના લોકો હિન્દુસ્તાનનું ભાગ્ય બદલવા આવ્યા છે. યુપીમાં એટલી તાકત છે કે તે હિન્દુસ્તાનનું ભાગ્ય બદલી શકે છે.