શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

મૌની અમાસ - 80 લાખ શ્રદ્ધાળુઓ ગંગામા આસ્થાની ડૂબકી લગાવશે

P.R
પાંચ મુખ્ય સ્નાન પર્વોમાં ગણના પામતું મૌની અમાસના પર્વ પર 80 લાખ શ્રદ્ધાળુઓ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું બાંધશે. ચાલુ વર્ષે ગુરુવાર, તા. 30 જાન્યુઆરી, 2013ના રોજ આવતું આ પર્વ સ્થાનિક તંત્ર તથા ઉત્તર પ્રદેશ સરકાર માટે આ સ્નાન પર્વ એક મોટો પડકાર છે. પ્રશાસન દ્વારા એક ડઝન જેટલાં ઘાટ પર સ્નાનનો પ્રબંધ કરાવવાની પૂરતી તૈયારી કરી લીધી છે.

ગંગાના સંગમ ઘાટ, અરૈલ ઘાટ, રામઘાટ, દંડી બાડા ઘાટ, આચાર્ય બાડા ઘાટ તથા દશાશ્વમેઘ ઘાટ, કાલી સડકથી મહાવીર માર્ગ, મહાવીર માર્ગથી અક્ષયવટ માર્ગ, ખાક ચૌક, ગંગોલી શિવાલા ઘાટ, જીટી રોડ તથા મોરી રોડ સ્નાન ઘાટો પર સ્નાનાર્થી આરામથી સ્નાન કરી શકશે.

મૌની અમાસના સ્નાન પર્વના રોજ ઉમટી પડનારી જનમેદનીને ધ્યાનમાં લઈને મેળા ક્ષેત્રને બે ઝોન તથા છ સેક્ટરમાં વહેચી દેવામાં આવ્યો છે. 34 પોલીસ ચોકીઓ તથા ત્રણ પોલીસ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે. મેળામાં આવનારી ભીડને ધ્યાનમાં રાખીને 29 જાન્યુઆરીની સવારથી જ પોલીસ ક્રાઉડ કન્ટ્રોલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જે અંતગર્ત 29,30 તથા 31 જાન્યુઆરીના રોજ કાનપુર તથા પ્રતાપગઢથી ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી શકશે નહીં.

મૌની અમાસના પર્વને ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા 12 એસડીએમ, 11 મામલતદાર, 9 નાયબ મામલતદારને મેળા ક્ષેત્રમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 ડેપ્યુટી એસપી, 17 ઈન્સ્પેકટર, 110 સબ ઇન્સ્પેકટર. 66 હેડ કોન્સ્ટેબલ તથ 1026 કોન્સ્ટેબલને મુકવામાં આવ્યા છે.સુરક્ષાને ધ્યાનમાં રાખીને એટીસીની ત્રણ ટીમ, આરએએફની બે કંપની, પીએસીની નવ કંપની, બોંબ ડિસ્પોઝલ સ્કવોડની બે ટીમ, 37 મરજીવા, 533 હોમગાર્ડ તથા 200 પીઆરડી જવાનો ખડે પગે હાજર રહેશે.