શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , બુધવાર, 19 ફેબ્રુઆરી 2014 (14:54 IST)

યુપી વિધાનસભા થઈ શરમજનક, સાંસદોએ કપડા ઉતાર્યા

P.R
તેલંગાણા બિલે રાજ્યસભા શરૂ થવાની સાથે જ હંગામેદાર રહેવા પામી હતી જે કારણોસર તેને બે વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ ધારાસભ્યો દ્રારા શરમજનક પ્રદર્શન થવા પામ્યું હતું. આ ધારાસભ્યોએ અખિલેશ સરકાર સામના વિરોધમાં હંગામો મચાવ્યો હતો. બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યો દ્રારા અખિલેશ સરકાર સામે નારેબાજી કરવામાં આવી હતી તો બીજી તરફ આરએલડી ધારાસભ્યોએ ગૃહમાં પોતાની શર્ટ ફાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો. તો ભાજપે રાજ્યપાલ બીએલ જોષીના અભિભાષણનો બહિષ્કાર કર્યો હતો.

નોંધનીય છેકે ઉત્તર પ્રદેશ વિધાનસભા ગૃહમાં સત્રની શરૂઆત થવાની સાથે જ જોરદાર હંગામો થતાં ગૃહની કામગીરી અટવાઈ જવા પામી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા ધારાસભ્યોના મતે તેમનો આ વિરોધ પ્રદેશમાં વધેલો ભ્રષ્ટાચાર, હત્યા અને લૂંટ અને બગડેલી કાનૂન વ્યવસ્થા સામે છે.

પલભરમાં વિધાનસભા ગૃહમાં બેનર અને પોસ્ટરથી ભરચક થઈ ગઈ. ધારાસભ્યો દ્રારા ભ્રષ્ટાચાર, લૂંટ, હત્યા સહિત અનેક મુદ્દે અખિલેશ સરકારને ઘેરવાની કોશિષ કરવામાં આવી.

જમ્મુ કાશ્મીર વિધાનસભા પણ આજે હંગામેદાર રહી. જ્યાં પીડીપી ધારાસભ્યએ વિધાનસભા કર્મચારીને થપ્પડ મારી દેતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. પીડીપી ધારાસભ્ય સૈયદ બશીરે વિધાનસભા કર્મચારીને થપ્પડ મારી.