શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 જૂન 2015 (12:03 IST)

યુપીએના ત્રણ મંત્રીઓએ પણ મારી મદદ કરી હતી - લલિત મોદી

આઈપીએલના પૂર્વ પ્રમુખ અને ફેમા ઉલ્લંઘનના આરોપી લલિત મોદીએ એક ઈંટરવ્યુમાં અગાઉની યુપીએ સરકારના મંત્રીઓને પણ લપેટ્યા છે. બ્રિટનમાં ઈમિગ્રેશન દસ્તાવેજ તૈયાર કરવવામાં મદદ પ્રક્રિયામાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજનુ નામ સામે આવી ચુક્યુ છે. હવે કોંગ્રેસ નેતા રાજીવ શુક્લા,  એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલનુ નામ ખુદ લલિત મોદીએ લીધુ છે.  તેમણે એ પણ કહ્યુ કે કોંગ્રેસ નેતા શશિ થરુરે મંત્રી પદ એ માટે ગુમાવ્યુ કારણ કે તેઓ ખોટુ બોલ્યા હતા કે તેમની કોચ્ચિ ટીમ સાથે કોઈ લેવાદેવા નથી. 
 
મોંટેનેગ્રોમાં રજાઓ ઉજવી રહેલ લલિત મોદીએ ઈંડિયા ટુડે ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યુ કે રાજસ્થાનની મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બ્રિટનમાં તેમની ઈમિગ્રેશનની અરજીને લેખિતમાં સમર્થન કર્યુ હતુ અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે તેમના પારિવારિક સંબંધો છે. તેમણે દાવો કર્યો કે સુષમાના પતિ અને પુત્રીએ તેમને મફત કાયદાકીય સુવિદ્યાઓ આપી. લલિત મોદીએ કહ્યુ કે રાજસ્થાનમાં એ સમય વિપક્ષની નેતા વસુંધરા રાજે તેમની પત્નીના કેંસરની સારવાર માટે બે વર્ષ પહેલા તેમની સાથે પુર્તગાલ ગઈ હતી.  ઉલ્લેખનીય છે કે રાજે બીજીવાર વસુંધરા 2013માં રાજસ્થાનની મુખ્યમંત્રી બની. 
 
આ દરમિયાન રાજીવ શુક્લાએ લલિત મોદીના નિવેદન પર ટ્વીટ કર્યુ કે તેઓ છેલ્લા ત્રણ વર્ષોથી તેમને મળ્યા નથી. જ્યારે કે પવારે કહ્યુ કે તેમને પૂર્વ આઈપીએલ પ્રમુખને એ સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ ભારત પરત આવે અને તપાસનો સામનો કરે. પ્રફુલ્લ પટેલ તરફથી અત્યાર સુધી આ વિશે કોઈ ચોખવટ કે નિવેદન થયુ નથી. 
 
એક સવાલના જવાબમાં લલિત મોદીએ કહ્યુ કે તેઓ સુરક્ષા કારણોસર ભારતની યાત્રા નથી કરી રહ્યા. તેમણે આરોપ લગાવ્યો કે બ્રિટનમાં પ્રવાસની મંજુરી મળવા બદલ યુપીએ સરકારે જ અંડગો લગાવ્યો. પણ તેઓ પોતાની લડાઈ અંત સુધી લડશે.  તેમણે કહ્યુ કે પૂર્વવર્તી યુપીએ સરકારે આઈપીએલ ઘોટાળામાં શશિ થરુરનુ મંત્રી પદ ગયા પછી રાજનીતિક બદલાની ભાવનાથી કામ કર્યુ. લલિત મોદીએ કહ્યુ કે હુ આલીશાન જીંદગી જીવી રહ્યો છુ. અને કેમ ન જીવુ મે કશુ જ ખોટુ નથી કર્યુ.