શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 28 જુલાઈ 2011 (16:06 IST)

યેદિયુરપ્પાના સ્થાન પર 4 નામોની ચર્ચા

કર્ણાટકના મુખ્યમંત્રી વી.એસ. યેદિયુરપ્પાનુ સ્થાન લેવા માટે ચાર નામ સામે આવી રહ્યા છે. કર્ણાટકમાં ઘણા મહિનાથી મચેલ ઘમાસાનની વચ્ચે સાંભળવા મળી રહ્યુ છે કે જો પાર્ટી આલાકમાનનો આદેશ માનતા યેદિયુરપ્પાને પોતાના પદથી ત્યાગપત્ર આપી દીધો તો તેમનુ સ્થાન કોણ લેશે.

એવામાં ચાર નામ સામે આવી રહ્યા છે જે યેદિયુરપ્પાનુ સ્થાન લઈ શકે છે.

આ ચાર નામોમાં સૌથી મુખ્ય નામ છે રાજ્યના વર્તમાન ગ્રામીણ વિકાસ મંત્રી જગદીશ સેટ્ટાર. સેટ્ટારની સૌથી મુખ્ય વાત એ છે કે તે લિંગાયત સમૂહના છે. આ સમૂહ ત્યાંની રાજનીતિના માટે મુખ્ય માનવામાં આવે છે. આ સમૂહનુ સમર્થન યેદિરપ્પા પછી સેટ્ટારને જ છે.

બીજુ નામ જે સામે આવી રહ્યુ છે તે રાજ્ય ભાજપા અધ્યક્ષ કે.એસ. ઈશ્વરપ્પાનુ. જેનો સૌથી મજબૂત પક્ષ છે કે તે પાર્ટી અધ્યક્ષ હોવાને નાતે વધુમાં વધુ સાંસદોનુ સમર્થન પ્રાપ્ત છે.

ત્રીજુ નામ છે ભાજપા મહાસચિવ અનંત કુમારનુ. તેમનો સૌથી મુખ્ય પક્ષ છે કે પાર્ટી આલાકમાનમાં તેમની સારી પકડ છે અને દિલ્લીની રાજનીતિમાં તેમની સક્રિય ભાગીદારી રહી છે અને ચોથુ નામ છે વી.એસ. આચાર્ય. હવે જોવાનુ એ છે કે આમાંથી કોણે કર્ણાટકના મુખ્યમંત્રી પદની ખુરશી મળે છે.