શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ચંડીગઢ , શનિવાર, 28 ઑગસ્ટ 2010 (11:09 IST)

રાજનીતિમાંથી ભ્રષ્ટાચારને ઉખાડી ફેંકો - રાહુલ

N.D
હરિયાણાના કેટલાક જાણીતા શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે રાહુલ ગાંધીએ શુક્રવારે વાતચીત કરી અને ભ્રષ્ટાચારને રાજનીતિમાંથી ખતમ કરવા માટે તેમને પ્રોત્સાહન આપ્યુ, પરંતુ વિરોધી રાજનીતિક દળોના વિદ્યાર્થી સંઘોએ આનો વિરોધ કર્યો અને રાહુલ ગાંધીના આ રીતના આગમન પર છાત્ર સમુદાયનુ રાજનીતિકરણ કરવાનો પ્રયત્ન હોવાનુ જણાવ્યુ.

રાહુલ ગાંધીએ હિંસાર સ્થિત ચૌધરી ચરણસિંહ હરિયાળા કૃષિ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે દિવસમાં સમય વિતાવ્યો. ત્યારબાદ તેઓ કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલય પહોંચ્યા અને અહીં પણ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યુ. રાહુલે ત્યારબાદ કરનાર કૂચ કર્યુ. અહી તેમણે રાષ્ટ્રીય ડેરી શોધ સંસ્થાન પરિસરમાં યુવાઓ સાથે મુલાકાત કરી.

તંત્રમાં ભ્રષ્ટાચારના વિશે એક પ્રશ્ન પર રાહુલે કહ્યુ કે એવુ નથી કે દરેક ભ્રષ્ટ છે, પરંતુ ઈમાનદાર લોકો પણ ફંસાય જાય છે. તેમણે કહ્યુ કે નદી સાફ કરવાની એકમાત્ર રીત તેમા ચોખ્ખુ જળ વહેતુ કરવાનુ છે. રાહુલે કહ્યુ કે યુવા રાજનીતિમાં નવી ક્રાંતિ લાવી શકે છે.

રાહુલે કહ્યુ કે લોકોને ચૂંટણીમાં લડત આપીને રાજનીતિમાં આવવુ જોઈએ. રાહુલની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ત્રણે સંસ્થાનોમાં સુરક્ષાને માટે પૂરતો બંધોબસ્ત કરવામાં આવ્યો હતો. તેમનો પ્રવાસ શાંતિપૂર્ણ રહ્યો, પરંતુ કુરુક્ષેત્ર વિશ્વવિદ્યાલયમાં વિરોધી છાત્ર સંઘોએ તેમના વિરુદ્ધ નારા લગાવ્યા અને તેમની રેલીને પ્રાંગણમાં રોકવાનો પ્રયત્ન કર્યો.