શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મુંબઇ , રવિવાર, 19 એપ્રિલ 2009 (16:46 IST)

રાણેનો શિવસેના સામે આરોપ

મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેના તટીય સિધુંદુર્ગ જિલ્લામાં પોતાના સંબંધી અંકુશના કથિત અપહરણના મામલે શિવસેના ઉપર આરોપ લગાવ્યો છે. પોલીસે આ મામલે અપહરણનો મામલો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સંયોગની વાત કરે છે કે, વર્ષ 2005માં શિવસેનાએ પોતાના એક કાર્યકર્તા રમેશ ગોવોકરના ગુમ થવાના મામલે રાણેનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. સિધુદુર્ગ રત્નાગીરી બેઠક પર રાણેનો પુત્ર નિલેશ કેન્દ્રીય મંત્રી અને શિવસેનાના ઉમેદવાર સુરેશ પ્રભુના વિરૂધ્દ ચૂંટણી મેદાનમાં છે. અહીં 23મી એપ્રિલે ચૂંટણી થનાર છે.

રાણેએ પ્રભુ માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા શિવસેના પ્રવક્તા સંજય રાઉતનો આ અપહરણમાં હાથ હોવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, મતદાતાઓને ડરાવવા માટે પ્રતિસ્પર્ધીઓનું આ ષડયંત્ર છે. જોકે રાઉતે આ આરોપોને નિરાધાર બતાવ્યા છે. તેમણે કહ્યું કે, રાણે આરોપ લગાવી રહ્યા છે કારણ કે તેઓ હારી રહ્યા છે.