શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રામદેવને મળ્યો ખુલ્લો પડકાર

N.D
યોગગુરૂ બાબા રામદેવને એક યોગ પ્રશિક્ષકે ખુલ્લો પડકાર આપ્યો છે. તેમનુ કહેવુ છે કે જો બાબા રામદેવમાં દમ હોય તો તેઓ પણ બરફથી ઢંકાયેલી પહાડી વચ્ચે ખુલ્લા શરીરે યોગ કરી બતાવે.

બારાબંકી જિલ્લાના શરીફાબાદ નિવાસી અજય કુમાર વાજપેયીનુ કહેવુ છે કે બાબા રામદેવ પણ તેમની જેમ જ શૂન્યથી ઓછા તાપમાનમાં ખુલ્લા શરીરે આખી દુનિયાની સામે યોગ ક્રિયાઓ કરીને બતાવે.

વાજપેયી ભારતીય પર્વતારોહી ફાઉંડેશન(આઈએમએફ)માં લાઈઝન ઓફિસર પણ છે.

તેમનો દાવો છે કે તેમણે તાજેતરમાં જ લદ્દાખ સ્થિત પર્વાતારોહણના મુખ્ય કેન્દ્ર કુનની પહાડી (સમુદ્રથી લગભગ 14,000 ફૂટની ઉંચાઈ) પર શૂન્યથી ઓછા તાપમાનમાં અડધો કલાક સુધી યોગ ક્રિયાઓ કરી છે.

વાજપેયી કહે છે, મારી તરફથી બાબા રામદેવને આ ખુલ્લો પડકાર છે. અમારી બંને વચ્ચે ખુલ્લા શરીરે લદ્દાખ જેવા સૌથી ઓછા તાપમાનવાળા સ્થાન પર યોગ હરીફાઈનુ આયોજન કરવામાં આવે. તેમણે વધુમાં કહ્યુ કે તેઓ મારા પડકારને ખેલ ભાવનાની જેમ લો. તેમણે કહ્યુ, હું બાબા રામદેવનું ખૂબ જ સન્માન કરુ છુ. યોગને દેશ દુનિયામાં પ્રોત્સાહિત કરવામાં તેમનો મોટો ફાળો છે. મારો આશય તેમની બરાબરી કે તેમને નીચો બતાવવાનો નથી.

આ પડકરનો હેતુ એ છે એક યોગની અનોખી અને જટિલ ક્રિયાઓ લોકોની સામે આવે.