શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

રૈંગિંગથી ત્રસ્ત વિદ્યાર્થીની આત્મહત્યા

હૈદરાબાદની એક એંજિનિયરીંગ કોલેજના એક વિદ્યાર્થીએ પોતાના સીનિયર્સની રૈંગિંગથી ત્રસ્ત થઈને સોમવારે આત્મહત્યા કરી લીધી છે.

વારંગલના ડેપ્યુટી સુપ્રિટેંડેટ વેંકટેશ્વર રાવે મંગળવારે જણાવ્યું કે હૈદરાબાદના ઈબ્રાહિમપટનમના વાસાવી એંજિનિયરીંગ કોલેજના એમસીએ સેકન્ડ યિયરના વિદ્યાર્થી 22 વર્ષીય દેવેંન્દ્ર કુમારે વારંગલના ધરમરામ ગામ નજીક ટ્રેન આગળ કૂદીને આત્મહત્યાં કરી લીધી.

રાવે જણાવ્યું કે દેવેન્દ્રના ખિસ્સામાંથી એક પત્ર મળ્યો છે, જેમાં લખ્યું છે કે તેનું જીવન રૈંગિગના કારણે દુશ્વાર થઈ ગયું છે અને એટલા માટે તે આ પગલું ભરી રહ્યો છે.

પોલિસ અધિકારીએ જણાવ્યું કે, કરીમનગરના ચોપાડાંડી ગામના મૂળ નિવાસી દેવેન્દ્ર 9 જૂનના રોજ યોજાનારી પોતાની સેમેસ્ટ પરીક્ષા આપવા માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો, પરંતુ તેને રસ્તામાં જ આત્મહત્યા કરી લીધી.

મૃતદેહને પોસ્ટમોર્ટસ અર્થે મોકલી દેવામાં આવ્યો છે અને પોલીસે પોતાની તપાસ શરૂ કરી દીધી છે.