શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 4 એપ્રિલ 2016 (11:42 IST)

લાખો લોકોની ગરદન કાપી શકીએ છીએ..

યોગ ગુરૂ બાબા રામદેવના ભારત માતા કી જય બોલવાને લઈને  એક નિવેદનથી વિવાદ થઈ ગયો છે.  રામદેવે હરિયાણાના રોહતકમાં એક કાર્યક્રમમાં કહ્યુ કે તે સંવિધાન અને કાયદાનુ સન્માન કરે છે. નહી તો સેકડો-હજારો માથા ઘડથી જુદા કરી દેતા. 
 
રામદેવે કહ્યુ, "કોઈ માણસ ટોપી પહેરીને ઉભો થઈ જાય છે. બોલે છે કે હુ ભારત માતા ની જય નહી બોલુ ભલે મારી ગરદન કાપી નાખો. અરે આ દેશમાં કાયદો છે નહી તો એક શુ અમે તો લાખોની ગરદન કાપી શકીએ છીએ. પણ અમે આ દેશના કાયદાનુ સન્માન કરીએ છીએ." 
 
થોડાક જ દિવસ પહેલા ઑલ ઈંડિયા મજલિસ ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ હતુ કે જો કોઈ તેમની ગરદન પર ચાકુ મુકી દે તો પણ તેઓ ભારત માતા કી જય નહી બોલે. 
 
જો કે રામદેવે પોતાના ભાષણમાં ઓવૈસીનુ નામ નહોતી લીધુ. 
 
તાજેતરમાં જ દેવબંદ સ્થિત ઈસ્લામિક તાલીમના પ્રમુખ કેન્દ્ર દારુલ ઉલેમે એક ફતવો રજુ કરતા કહ્યુ હતુ કે ભારત માતા કી જયના નારા લગાવવા ઈસ્લામ ધર્મમાં યોગ નથી.