શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 30 સપ્ટેમ્બર 2013 (15:47 IST)

લાગે છે કે મોદીને 'ગામડિયણ સ્ત્રી' ગમતી નથી - ખુર્શીદ

P.R
વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે આજે ભાજપાના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યુ કે ગામડિયણ સ્ત્રીવાળી કથિત ટિપ્પણીને લઈને પ્રધાનમંત્રી મનમોહન સિંહ વિરુદ્ધ કરવામાં આવેલ ટિપ્પણીથી જાણ થાય છે કે તેમને ગામડાની સ્ત્રી ગમતી નથી.

આ સાથે જ તેમને મોદીને તથ્યોની પુષ્ટિ કર્યા વગર ટાંય ટાંય કરનાર પોપટ કહ્યુ છે. ખુર્શીદે કહ્યુ કે મોદી જમીની હકીકતથી અજાણ છે અને એક ગામડિયણ સ્ત્રી હોવામાં કોઈ વાંધો નથી. ન્યૂયોર્કમાં તેમણે કહ્યુ કે મોદીને ગામડિયણ સ્ત્રી પસંદ નથી. બેશક તેઓ ગામડિયણ સ્ત્રીને પસંદ નથી કરતા. આપણે ગામડિયણ સ્ત્રીવાળી ટિપ્પણી અપમાનજનક કેમ લાગવી જોઈએ.

ખુર્શીદ મોદીની એ ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા. જેમા તેમણે પાકિસ્તાની પ્રધાનમંત્રી નવાઝ શરીફ દ્વારા કથિત રોપે એક ગામડિયણ સ્ત્રી સાથે મનમોહન સિંહની તુલના કરવી અપમાનજનક કહ્યુ હતુ.

ગામડિયણ સ્ત્રીવાળી શરીફની ટિપ્પણીની ચોખવટ કરનારા પાકિસ્તાની પત્રકારે પછી તેનુ ખંડન કરતા કહ્યુ કે પાકિસ્તાન પ્રધાનમંત્રીએ આ શબ્દનો પ્રયોગ નથી કર્યો.

વિદેશ મંત્રીએ કહ્યુ કે મોદીએ એક એવી ટિપ્પણીને લઈને પ્રધાનમંત્રી પર પ્રહાર કર્યો છે જે હજુ સુધી સ્પષ્ટ નથી કે સત્ય છે કે નહી. તેઓ ક્યારેય સત્યની તપાસ નથી કરતા, ટીવી નથી જોતા, માટે તેમને માટે એ જાણવુ મુશ્કેલ થઈ જાય છે કે બીજા લોકો શુ કહી રહ્યા છે. તેમને જે બતાવાય છે તેઓ એને જ સત્ય માની લે છે. કારણ કે તેમની આસપાસ એવા લોકો છે જેમને કદાચ ભારતીય રાજનીતિનો અનુભવ નથી. એ લોકો મોદીને જે બતાવે છે એ મોદી રટી લે છે. શુ મોદીએ સત્યની તપાસ ન કરવી જોઈએ, શુ તેમને તથ્યોથી એલર્જી છે.

ખુર્શીદે કહ્યુ કે મોદી માટે અમારો સંદેશ છે કે તેઓ બીજાના કાર્યો પર ટિપ્પણી કરવાનુ બંધ કરી પોતાના વિશે વાત કરવી શરૂ કેમ નથી કરતા. તેઓ પોતાને વિશે કશુ કહેતા જ નથી. શુ તેમણે પાકિસ્તાન પર પોતાની નીતિ, એક પદ એક પેંશન પર પોતાની નીતિ, સાંપ્રદાયિક હિંસા પર પોતાની નીતિ, પોલીસ અને નામવાધિકાર પોતાની નીતિ બતાવી છે, શુ તેમણે કોઈ વસ્તુ વિશે પોતાની નીતિ બતાવી છે.