શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

લોકપાલ આંદોલનમાં અન્નાનો ઉપયોગ, મગજ બીજાનુ

PTI
પ્રખ્યાત લેખિકા અને સામાજીક કાર્યકર્તા અરુધંતિ રોયએ કહ્યુ છે કે ગાંઘીવાદી અન્ના હજારે પક્ષ દ્વારા તૈયાર જન લોકપાલ બીલ કાયદાના એક પતનગામીનો ભાગ છે.

તેમણે કહ્યુ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનનુ નેતૃત્વ કરવા માટે વિદેશી દાન પ્રાપ્ત બિન સરકારી સંગઠનો (એનજીસીસી)એ અન્ના હજારેનો એક આધારના રૂપમાં ઉપયોગ કર્યો છે.

સમાચાર ચેનલ 'સીએનએન, આઈબીએનની એક ઈંટરવ્યુમાં રોય એ કહ્યુ કે તેમણે આ વાતની ખુશી છે કે સામાજીક સંગઠનના જન લોકપાલ બીલના મસૌદા સંસદમાં ચર્ચા માટે ન આવ્યા.

તેમણે કહ્યુ, 'મને ખૂબ જ ખુશી છે કે જન લોકપાલ બીલ પોતાના વર્તમાન રૂપમાં સંસદમાં રજૂ નથી થયો.

રોય એ કહ્યુ કે 'મને લાગે છે કે આ બીલ એક ખતરનાક મસૌદા છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાના કાયદા વિશેષ ભાગ પર સહમતિ બનાવવા માટે તમે લોકોના વાસ્તવિક અને કાયદેસર ક્રોધનો ઉપયોગ કર્યો જે મારા મુજબ પતનનું લક્ષણ છે.'

તેમણે કહ્યુ કે 'અન્ના હજારેને એક આધાર ના રૂપમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રોયે કહ્યુ, આ એક એનજીઓ કેદ્રિત આંદોલન હતુ જેને કિરણ બેદી અરવિંદ કેઝરીવાલ અને મનીષ સિસોદિયાએ ચલાવ્યુ. આ ત્રણે એનજીઓ સંચાલિત કરે છે.'