શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 8 મે 2014 (16:36 IST)

વારાણસી લાઈવ અપડેટ:ભાજપના ઘરણા પૂર્ણ

વારાણસી લાઈવ અપડેટ:ભાજપના ઘરણા પૂર્ણ

ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસી ખાતેની રેલીઓ અને ગંગા આરતી લઈને શરૂ થયેલો વિવાદ આજે ચરમસીમાએ પહોંચી ગયો છે.ઘરણાથી શરૂ થયેલો ભાજપનો કાર્યક્રમ ઝ્પાઝપી સુધી પણ પહોંચ્યો,વારાણસીના લંકા ચોક ખાતે ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થવા પામી હતી.

જોકે ભાજપે આજનો ધરણા કાર્યક્રમ અગિયાર વાગ્યે શરૂ કરવાનું  કહ્યું હતું , પરંતુ તેઆજે સવાર આઠ વાગ્યે જ શરૂ થઈ ગયો હતો. લંકા ગેટ પર બાર વાગ્યે તો ભાજપના અગ્રણી નેતાઓ મોટાભાગના ઉપસ્થિત રહ્યાં હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા મામલાને પારખીને સુરક્ષામાં વધારો પણ થઈ રહ્યો હતો. જોકે આ ધરણા અઢી વાગ્યે પૂર્ણ કરી દેવામાં આવ્યા હતા. તમામ રાજકીય પક્ષોના નેતાઓના ધામા વર્તમાન સમયે વારાણસીમાં છે. નોંધનીય છે કે વારાણસી ખાતે 12મી મેના રોજ મતદાન યોજવાનું છે.

ગત રોજ દિવસ દરમ્યાન વારાણસી ખાતે નરેન્દ્ર મોદીની યોજાયેલી રેલીઓને જિલ્લા તંત્રથી પરવાનગી મળશે કે નહી તે બાબતે અનેક અટકળો ચાલી અને અંતે જિલ્લા તંત્રએ પરવાનગી ન આપતાં ભાજપે દિલ્હી અને વારાણસી ખાતે ધરણા કરવાનુ જાહેર કરી દેતાં. જિલ્લા તંત્રે મોડી રાતે મોદીના પાંચ કાર્યક્રમોમાંથી ચાર કાર્યક્રમોની પરવાનગી આપી દીધી હતી. જેમાં ગંગા આરતીને પણ પરવાનગી મળી જવા પામી હતી.