શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , રવિવાર, 29 માર્ચ 2009 (15:42 IST)

વિદેશોનું કાળુ ધન દેશમાં લાવો-અડવાણી

ઝીરો ટેક્સની સુવિદ્યા ધરાવતી વિદેશી બેન્કો પડેલાં દેશનાં કાળા ધનને પાછા લાવવા વડાપ્રધાન ડો.સિંહે જી-20 દેશોની બેઠકમાં મુદ્દો ઉઠાવવો જોઈએ. ભાજપનાં વરિષ્ઠ નેતા અડવાણીએ દાવો કર્યો છે કે જો એનડીએ સરકાર બનાવશે, તો વિદેશી બેન્કોનાં નાણાંને પાછું લાવવા કાયદો બનાવશે.

અડવાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લાં 60 વર્ષોથી વિશ્વભરમાંથી કાળા નાણાંને ઝીરો ટેક્સ ધરાવતાં દેશોની બેન્કોમાં જમા કરવામાં આવે છે. જે રકમ વર્ષ 2001માં 2.6 ટ્રિલીયન ડોલર 2001 અને 2007માં 5.7 ટ્રીલયન ડોલર એટલે કે 285 લાખ કરોડ રૂપિયા છે. જેમાંથી ભારતીયોની હિસ્સેદારી 500 બિલીયન ડોલર એટલે કે 25લાખ કરોડ રૂપિયા છે. સરકારે સ્વીસ અને અન્ય દેશોની બેન્કો પાસે તેની વિગતો માંગવી જોઈએ.

તેમણે ઉમેર્યું હતું કે વિદેશોની બેન્કોમાં જમા રૂપિયા પૈકી મોટાભાગનાં કાળા નાણાં છે. અથવા ગેરકાયદેસર રીતે દેશમાંથી કમાઈને જમા કરાવ્યા છે. જો આ રકમ દેશમાં આવી જાય તો, ખેડૂતોની લોન માફ કરી શકાય છે. તેમજ 6 લાખ ગામડાઓમાં શુદ્ધ પાણી પુરૂ પાડી શકાય છે.

અડવાણીએ આ પ્રસંગે અમેરિકાનું ઉદાહરણ આપ્યું હતું. જેમાં પ્રમુખ ઓબામાએ સ્વીસ બેન્કોમાં જમા અમેરિકનોની વિગત મંગાવીને જે તે વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી હતી. અડવાણીએ ભારતમાં પણ આવી રીતે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે એનડીએ સત્તામાં આવશે, તો દેશનાં ધનને વિદેશમાં જમા કરાવનારાઓને ખુલ્લા પાડશે. તેમજ તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરશે.