શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

વેબદુનિયા સર્વે પરિણામ

N.D

ભારતવાસીઓના દિલમાં પણ ઓબામા

ઈન્દોર. અમેરિકાના પ્રથમ અશ્વેત અને 44માં રાષ્ટ્રપતિ બરાક ઓબામા હિન્દુસ્તાનીના દિલો પર પણ રાજ કરે છે. આ રીતે ભારતમાં લોકપ્રિય વ્યક્તિઓના લિસ્ટમાં આજે પણ એપીજે અબ્દુલ કલામ ટોચ પર છે. આ પરિણામ દેશના પ્રથમ બહુભાષી પોર્ટલ (http//www.webdunia.co) વેબદુનિયાના સર્વેક્ષણ-2008માંથી કાઢવામાં આવ્યુ છે. વેબદુનિયાના પ્રેસીડેંટ અને સીઓઓ પંકજ જૈને જણાવ્યું કે આ સર્વેક્ષણ હિન્દી, મરાઠી, ગુજરાતી પંજાબી, બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાંથી કરવામાં આવ્યુ છે. કુલ દસ શ્રેણીઓમાં વહેંચાયેલ આ સર્વેમાં દેશ અને દુનિયાના જુદા જુદા ભાગોના પ્રખ્યાત લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક શ્રેણીમાં દસ-દસ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમા રાજનીતિ, સિનેમા, રમત અને વેપાર સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થયો હતો.

ભારતનો સૌથી લોકપ્રિય અભિનેતા
અક્ષય કુમાર

ભારતની સૌથી લોકપ્રિય સેક્સી અભિનેત્રી
કેટરીના કેફ

વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ
સિંગ ઈઝ કિંગ

ભારતનો સૌથી લોકપ્રિય ક્રિકેટર
મહેન્દ્ર સિંહ ધોની

ભારતનો લોકપ્રિય ખેલાડી
વિશ્વનાથ આનંદ