શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 22 જાન્યુઆરી 2010 (11:57 IST)

શિવશંકર મેનન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનનને દેશના સુરક્ષા સલાહકાર તરીકે નિમવામાં આવ્યાં છે. તેઓ એમ.કે. નારાયણનું સ્થાન લેશે. નારાયણની નિમણૂક પશ્વિમ બંગાળના રાજ્યપાલ તરીકે થતા આ પદ ખાલી પડ્યું હતું.

મેનને ચીન, પાકિસ્તાન, ઈઝરાયલ અને શ્રીલંકામાં ભારતીય રાજદૂત તરીકે ફરજ બજાવી છે તથા ભારત અને અમેરિકા વચ્ચેની બહુચર્ચિત અણુ સંધિને પાર પાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.