શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

શું મે દારૂ પીધો છે-પાટીલ

મીડિયા પર ગુસ્સાહિત થયેલા ગૃહમંત્રી

પોતાનાં કપડાંને લઈને ટીકાનો સામનો કરી રહેલાં ગૃહમંત્રી શિવરાજ પાટીલે મીડિયા સાથે વાતચીત કરતાં નારાજ થઈ ગયાં હતાં અને, સવાલ કર્યો હતો કે શું મેં દારૂ પીધો છે.

પાટીલે ઈન્ડીયા ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો હું સુઈ ગયો હોત, હું પત્તા રમી રહ્યો હોઉં, હં દારૂ પીને બેઠો હોઉ, હું ડાન્સ ક્લબમાં જતો હોઉં તો તમે મને દોષી જાહેર કરી શકો છો.

તેમણે પત્રકારોને ત્રણ ફોટા દર્શાવ્યા હતા, જેમાં તેઓ બ્લાસ્ટની રાત્રે ત્રણ વખત અલગ અલગ કપડાંઓમાં હતા. તેનાથી તેઓ ખુબ નારાજ હતાં, તેમણે જણાવ્યું હતું કે કપડાને લઈને ચર્ચા થઈ રહી છે, તેનાથી તે પરેશાન છે. જો 13 કલાક કામ પછી હું સ્નાન કરીને કપડાં બદલું તો શું અપરાધ છે. પાટીલે કોંગ્રેસ પાર્ટી તરફથી મળેલા સમર્થન બાદ મંગળવારે પોતાનાં બચાવમાં આગળ આવ્યા હતાં.