શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

સચિન ભારત રત્નના સાચા હકદાર - અન્ના હજારે

.
PTI
પ્રસિદ્ધ સમાજસેવી અન્ના હજારેએ કહ્યુ છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરએ દેશનુ નામ રોશન કર્યુ છે. તેથી તેઓ 'ભારત રત્ન'ના હકદાર છે.

અન્નાએ ગઈકાલે એક સમારંભ દરમિયાન કહ્યુ કે સચિને દેશ માટે અમૂલ્ય યોગદાન આપ્યો છે અને દેશનું ગૌરવ વધાર્યુ છે.

આ અગાઉ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરે પણ કહ્યુ હતુ કે સચિનને ભારત રત્ન મળવો જોઈએ, પરંતુ શિવશેનાના પ્રમુખ બાળ ઠાકરેએ કહ્યુ હતુ કે સચિનને ભારત રત્ન ન મળવો જોઈએ. જો કે ઠાકરે એ કહ્યુ હતુ કે અમિતાભ બચ્ચનને ભારત રત્ન મળવો જોઈએ.
તેમણે કહ્યુ કે સચિન દેશમાં ક્રિકેટને બુલંદિઓ પર લઈ ગયા છે અને દેશના યુવાઓ તેમની પાસેથી પ્રેરણા લે છે તો પછી તેમને 'ભારત રત્ન'થી સન્માનિત કેમ ન કરવામાં આવે.

અન્નાએ કહ્યુ કે સચિનથી પ્રભાવિત થઈને યુવઓએ ક્રિકેટને એક કેરિયર તરીકે અપનાવ્યુ છે. તેઓ સચિનએ પોતાનો આદર્શ માને છે અને તેમના જેવુ રમવા માંગે છે.