શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (16:29 IST)

સુનંદા પુષ્કરનુ મોત ઝેર આપવાથી થયુ હતુ - દિલ્હી પોલીસ કમિશ્નર

કોંગ્રેસ સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર મામલે અજ્ઞાત વ્યક્તિ પર 302ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 302 હેઠળ કેસ નોંધવો મતલબ ઈરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હોય. દિલ્હી પોલીસ કમિશ્નર બી એસ બસ્સીએ જણાવ્યુ કે સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી. તેને ઝેર આપીને મારવામાં આવી હતી. સુનંદા પુષ્કર પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસ નેતા શશિ થરુરની પત્ની હતી. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દિલ્હીના એક ફાઈવ સ્ટાર હોટલમાં સુનંદા પુષ્કરનું રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયુ હતુ. એ સમયે દવાઓના ઓવરડોઝને મોતનુ કારણ બતાવાયુ હતુ. સુનંદા પુષ્કરના મોત પછી અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ તેની વિસરા રિપોર્ટને બીજીવાર એમ્સના ત્રણ ડોક્ટરોની પાસે તપાસ માટે મોકલવામાં આવી હતી. વિસરા રિપોર્ટની બીજીવાર તપાસ દરમિયાન સુનંદાના શરીરમાં ઝેરના અંશ મળ્યા હતા. ડોક્ટરોએ પોતાની રિપોર્ટ પોલીસને સોંપી હતી.  
 
પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરાના શશિ થરુર સાથેના કથિત સંબંધોને લઈને દંપત્તિ વચ્ચે ટ્વિટર વિવાદ સામે આવ્યો હતો. શશિ થરુર અને સુનંદા પુષ્કરના આ ત્રીજા લગ્ન હતા. સુનંદાનો એક 21 વર્ષનો પુત્ર શિવ મેનન છે. આ પુત્ર તેમના બીજા લગ્નથી છે.