શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: મંગળવાર, 31 જાન્યુઆરી 2012 (15:47 IST)

સુપ્રીમનો આદેશ અમારી માટે કોઈ ઝટકો નથી - સરકાર

ભ્રષ્ટ નેતાઓ પર કાર્યવાહી કરવાની અનુમતિ માટે સમયસીમા નક્કી કરવાના સુપ્રીમના નિર્દેશ બાદ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના ઘર 10 જનપથમાં એક બેઠક થઈ છે અને આ મામલે ચર્ચા થઇ. જોકે આ મામલે કઇ ચર્ચા થઇ તેની વિગતો મળી નથી પરંતુ સરકારે પોતાની પ્રતિક્રીયા આપી છે.

વડાપ્રધાન કાર્યાલયનાં રાજ્યપ્રધાન નારાયણસામીએ કહ્યું કે સરકારને આ કોઇ ઝટકો નથી. તેમણે કહ્યું છે કે લોકપાલનું જે બિલ છે તેમાં આ અંગે સમયસીમા તય કરવાનું પ્રાવધાન છે એટલે સરકારની મનસા પર શક કરવો ઉચિત નથી.

તો બીજી તરફ ભાજપે સુપ્રીમના નિર્ણયને આવકાર્યો છે અને કહ્યું છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે અને વડાપ્રધાન કાર્યાલયે તેમાથી શીખ લેવી જોઇએ. ભાજપ પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે સરકાર કહે છે કે તેઓ સહયોગી દળનો સંગઠન ધર્મ બજાવે છે અને તેનું સંસદની અંદર અને બહાર વર્તન શંકાશીલ છે આવા સંજોગોમાં આ નિર્દેશ સરકારને ઝટકા સમાન છે.

તો કોંગ્રેસે ભાજપને આ મામલે ઉતાવળે કોઇ પ્રતિક્રિયા ન આપવાની સલાહ આપી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ તિવારીએ જણાવ્યું કે તેઓ સુપ્રીમનાં નિર્દેશનો અભ્યાસ કરીને કોઇ પ્રતિક્રિયા કરશે. તેમણે ભાજપ પર પ્રહારો કરતાં કહ્યું કે ભાજપને ઉતાવળે પ્રતિક્રિયા આપવાની ટેવ પડી ગઇ છે.

તો ટીમ અન્નાએ પણ સુપ્રીમનાં આ નિર્દેશને આવકાર્યો છે. ટીમ અન્નાનાં સભ્ય અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતાં કહ્યું છે કે આ લોકશાહીની જીત છે અને તેનાથી મજબૂત લોકપાલની લડતને વેગ મળશે