શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 25 ફેબ્રુઆરી 2014 (11:15 IST)

સુશીલ કુમાર શિંદેએ ઈલેક્ટ્રોનિક મીડિયાને 'કચડી' નાખવાની ધમકી આપી

P.R
કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ નવો વિવાદ ઉભો કરતા ઈલેક્ટ્રોનિક મીડિયાને 'કચડી' નાખવાની ધમકી આપી દીધી છે. શિંદે મીડિયાએ એક વર્ગ પર આરોપ લગાવ્યો કે આ કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધ દુષ્પ્રચાર કરીને તેના અનાવશ્યક રૂપે ભડકાવી રહ્યા છે. આ નિવેદન પર વિવાદ થયો તો શિંદેએ સફાઈ આપતા કહ્યુ કે તેમણે આ ઈલેક્ટ્રોનિક નહી સોશિયલ મીડિયા માટે કહ્યુ હતુ.

મહારાષ્ટ્રના સોલાપુર જીલ્લા સાથે સંબંધ રાખનારા શિંદેનું આ નિવેદન રવિવારે સાંજે યુવક કોંગ્રેસના એક આયોજનમાં સામે આવ્યુ. સોલાપુરથી લોકસભા સભ્ય શિંદેએ આરોપ લગાવ્યો કે છેલ્લા ચાર મહિનાથી ઈલેક્ટ્રોનિક મીડિયાનો એક ઘડો તેમના અને તેમની પાર્ટી વિશેના સમાચાર સાથે છેડછાડ કરી રહ્યો છે. તેમણે ચેતાવણી આપી કે જો તત્કાલ આ પ્રકારના સમાચાર રોકવામાં નહી આવે તો ઈલેક્ટ્રોનિક મીડિયાને 'કચડી' નાખવામાં આવશે.

શિંદેએ કહ્યુ, ઈલેક્ટ્રોનિક મીડિયામાં મોટા સ્તર પર જે થઈ રહ્યુ છે, હુ તેની સાથે પરિચિત છુ. છેલ્લા ચાર મહિનામાં મીડિયાએ અમને (કોંગ્રેસને) ભડકાવવાનો પ્રયત્ન કર્યો છે. અમે ઈલેક્ટ્રોનિક મીડિયામાં રહેતા આવા તત્વોને કચડી નાખીશુ. જે દુષ્પ્રચારમાં સંકળાયેલા છે અને જે આવુ કરવુ બંધ નથી કરતા.