શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|

સોનિયા ગાંધીએ રચ્યો ઈતિહાસ

N.D
સોનિયા ગાંધીએ દેશના સૌથી જૂના અને વ્યાપક આધારવાળા રાજનીતિક દળ કોંગ્રેસના અધ્યક્ષ્ક્ષ પદ પર સૌથી વધુ સમય સુધી બન્યા રહેવાના બાબતે જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધી સહિત નેહરુ-ગાંધી પરિવારના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ પાર્ટીના 125 વર્ષોના ઈતિહાસમાં લગભગ 32 વર્ષ નેહરુ ગાંધી પરિવારના લોકો અધ્યક્ષ રહ્યા. સોનિયા સતત બાર વર્ષ સુધી આ પદ પર રહ્યા પછી હવે વધુ ચાર વર્ષ માટે પસંદગી પામ્યા છે. ]

નેહરુ પરિવારમાંથી સૌ પહેલા પ્રખ્યાત વકીલ અને પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના પિતા મોતીલાલ નેહરુ અમૃતસરમાં વર્ષ 1919માં અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા તેઓ 1920 સુધી અધ્યક્ષ રહ્યા. મોતીલાલ વર્ષ 1929માં બીજીવાર અધ્યક્ષ પસંદગી પામ્યા અને લગભગ એક વર્ષ સુધી પોતાના પદ પર રહ્યા. મોતીલાલ પછી તેમના પુત્ર જવાહરલાલ નેહરુના ઐતિહાસિક લાહોર અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષનુ પદભાર સાચવ્યુ. પંડિત નેહરુ લગભગ છ વાર 1930, 1936,1937,1951,1953 અને 1954માં કોંગ્રેસ અધ્યક્ષ બન્યા.

પંડિત નેહરુ પછી તેમની પુત્રી ઈન્દિરા ગાંધીએ બે કાર્યકાળમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ પદ સાચવ્યુ. ઈન્દિરા વર્ષ 1959માં પ્રથમવાર કોંગ્રેસ અધ્યક્ષ બન્યા અને 1960 સુધી રહ્યા. તેઓ બીજીવાર વર્ષ 1978માં કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા અને આગામી છ વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા.

ઈન્દિરા પછી તેમના પુત્ર રાજીવ ગાંધી 1984ના મુંબઈ અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા અને તેઓ 1991 સુધી આ પદ પર રહ્યા.

રાજીવ ગાંધીના આસામયિક નિધન પછી નેહરુ-ગાંધી પરિવારે લાંબા સમય સુધી કોંગ્રેસથી દૂર રહ્યા, પરંતુ પાર્ટીને સાચવવા માટે વર્ષ 1998માં રાજીવ ગાંધીની પત્ની સોનિયા ગાંધીએ રાજનીતિમાં પગ માંડ્યા તેઓ પાર્ટીની નિર્વિરોધ અધ્યક્ષ તરીકે ચૂંટાઈ. ત્યારથી લઈને આજ સુધી તેઓ અધ્યક્ષ પદ પર કાયમ છે. આઝાદી પછીના સમયકાળ પર નજર નાખીએ તો નેહરુ પરિવારે લગભગ 28 વર્ષ સુધી આ મહત્વપૂર્ણ પદ પોતાની પકડમાં બનાવ્યુ રાખ્યુ છે.

સોનિયા ગાંધી કોંગ્રેસની પાંચમી મહિલા અધ્યક્ષ છે. તે ગાંધી-નેહરુ પરિવાર તરફથી આ પદને સાચવનારી પાંચમી સભ્ય છે. વર્ષ 1917માં એની બેસંટ કોંગ્રેસની પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે પસંદગી પામી હતી. 'ભારત કોકિલા' સરોજીની નાયડુ પ્રથમ એવી ભારતીય મહિલા હતી, જેમણે આ મહત્વપૂર્ણ પદને સાચવ્યુ હતુ.