શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: શ્રીનગર , ગુરુવાર, 27 મે 2010 (18:06 IST)

સ્વતંત્રતા ઈચ્છે છે, કાશ્મીરી”

ભારત-પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની ખીણમાં રહેતા મોટાભાગના લોકો સ્વતંત્રતા ઈચ્છે છે. બીજી તરફ હિંદુ બહુમતિ ધરાવતા જમ્મુમાં રહેતા મોટાભાગના લોકોનો મત છે કે તે ભારતનો જ ભાગ રહેવો જોઈએ. જમ્મુ-કશ્મીર અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થયેલા તાજેતરના સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે.

સર્વેક્ષણમાં 3700 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેના પરિણામોમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહેતા 44 ટકા લોકો આઝાદીના પક્ષમાં છે. જ્યારે ભારતના પાસેના કાશ્મીરના ભાગમાં 43 ટકા લોકો પણ કંઈક આવા જ વિચાર રાખે છે.

બ્રિટનના એકેડેમિશ્યન ડોક્ટર રોબર્ટ બ્રેડનોક તરફથી બંને દેશોના લોકો સાથે વાતચીત કરવામાં આવી, તેમા આ વાત સામે આવી છે. તેમણે જણાવ્યું હતું કે બંને તરફના કાશ્મીરમાં આઝાદીને લઈને પૂર્ણ બહુમત નથી. 1948-49ના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો પ્રમાણે કાશ્મીરમાં ભવિષ્યમાં જનમતસંગ્રહ કરાવવામાં આવશે, તો તેનાથી મુદ્દાનો ઉકેલ નીકળવાના સંકેતો પાંખા છે.