શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 20 જુલાઈ 2013 (11:09 IST)

હવે અણ્ણાએ મારી પલટી : હું કેવી રીતે કહી શકુ કે મોદી સાંપ્રદાયિક છે કે નહી

:
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન વિશે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ પલટી મારી છે. વિવાદ થયા બાદ અણ્ણાએ પોતાના નિવેદન અંગેના સમાચારોને ખોટા ગણાવ્યા હતા જેમાં તેઓએ કહ્યુ હતુ કે મોદી સાંપ્રદાયિક નથી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે અણ્ણા હજારેએ કહ્યુ હતુ કે મોદી સાંપ્રદાયિક હોવાના કોઈ પુરાવા હજુ સુધી મારી સામે નથી આવ્યા. આ નિવેદન પછી તેઓ મોદી વિરોધી જૂથના નિશાન પર આવી ગયા હતા.

જ્યારે હવે પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યુ હતુ કે હું કેવી રીતે કહી શકું કે મોદી સાંપર્દાયિક છે કે નહીં.

આ સાથેજ મોદી પર નિશાન તાકતા તેમણે કહ્યુ હતુ કે મોદીએ આજ સુધી ગોધરા કાંડની નિંદા કરી નથી. મારૂ નિવેદન ખોટી રીતે છાપવામાં આવ્યું છે.

મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે પુછવામાં આવતા અણ્ણાએ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી, જ્યાં સુધી ભારતનો વડાપ્રધાન કોઈ પાર્ટી સાથે જોડાયેલો હશે ત્યાં સુધી દેશ અને સમાજને સાચો વડાપ્રધાન નહીં મળે.