શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: શુક્રવાર, 13 એપ્રિલ 2012 (11:36 IST)

હિમંત હોય તો મુંબઈમાં બિહાર દિવસ ઉજવી બતાવો - રાજ ઠાકરે

P.R
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પડકાર ફેંક્યો છે કે તે 15 એપ્રિલે બિહાર દિવસના કાર્યક્રમમાં મુંબઈ આવીને તો દેખાડે. તેમણે કહ્યુ કે તેઓ મુંબઈમાં તેમનો આ કાર્યક્રમ થવા દેશે નહીં.

મહત્વપૂર્ણ છે કે 15 એપ્રિલે મુંબઈમાં બિહાર સ્થાપના દિવસનો કાર્યક્રમ થવાનો છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર ભાગ લેવાના છે. આ કાર્યક્રમને લઈને રાજ ઠાકરે અને નીતિશ કુમાર વચ્ચે નિવેદનબાજીઓ ચાલી રહી છે. બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોને કોસનારા રાજ ઠાકરેના નિવેદનો પર જ્યારે નીતિશ કુમારની પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે કહ્યુ કે તેમને જે પણ કંઈ કહેવું છે, તે મુંબઈ આવીને કાર્યક્રમમાં જ કહીશ. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે તેમનું આ કાર્યક્રમમાં જવાનું નક્કી છે,તો તેમણે કહ્યુ કે તેમને ક્યાંય પણ જવા માટે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. તેઓ દેશમાં કોઈપણ જગ્યાએ જઈ શકે છે.

એમએનએસે આ નિવેદનને પડકાર તરીકે લીધું છે. તેના નેતાઓએ અનૌપચારીક વાતચીતમાં પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતુ કે નીતિશના નિવેદનને તેઓ વાંધાજનક માને છે. તેમને મુંબઈ આવીને મહારાષ્ટ્રની સંસ્કૃતિનું અપમાન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ નેતાઓનું કહેવુ હતુ કે નીતિશના કાર્યક્રમ પર પાર્ટીના વલણનું આધિકારીક એલાન રાજ ઠાકરે કરશે.

ટેલિવિઝન ચેનલો પ્રમાણે, ગુરુવારે માલેગાંવ રેલીમાં રાજ ઠાકરેએ કહ્યુ હતુ કે જ્યારે નીતિશ કુમાર મહારાષ્ટ્રની અસ્મિતાને પડકારે છે, તો તેઓ 15 એપ્રિલે મુંબઈ આવી દેખાડે. તેમણે કહ્યુ હતુ કે તેમની પાર્ટી મુંબઈમાં બિહાર સ્થાપના દિવસનો કાર્યક્રમ થવા દેશે નહીં. જો કે રાજ ઠાકરેએ એમ કહ્યુ નથી કે જો આયોજક આ કાર્યક્રમને રદ્દ ન કરે તો તેમના લોકો કાર્યક્રમ રોકવા માટે કઈ રીત અપનાવશે.પરંતુ હાલ પાર્ટીના લોકો હિંસા અને તોડફોડની વાત કરી રહ્યા નથી. કહેવામાં આવે છે કે હાલ પાર્ટી રાજ્ય સરકારને નિવેદન કરશે કે તે આ કાર્યક્રમને થવા દે નહીં.