શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 22 ડિસેમ્બર 2014 (16:57 IST)

હુ કેજરીવાલને ફિલ્મમાં વિલન બનાવીશ

બીજેપી સાંસદ મનોજ તિવારીએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર જોરદાર નિશાન તાક્યુ છે. તેમણે કહુ તેઓ ગાયક તો છે જ .. પણ ટૂંક સમયમાં જ એક ફિલ્મ પણ બનાવશે અને તેમા હીરો ભલે જે પણ હોય પણ વિલન તરીકે તો અરવિંદ કેજરીવાલને જ લેશે.  
 
શાહદરાના રોહતાશ નગર વિધાનસભા ક્ષેત્રમાં ચૂંટણી સભા દરમિયાન મનોજ તિવારીએ કહ્યુ. હુ દિલ્હીની ગલિયો અને સમસ્યાને જોઈને એક ફિલ્મ બનાવવાનો છુ અને તેના હીરો ભલે કોઈપણ હોય પણ વિલન મળી ગયો છે. જે 49 દિવસોમાં દિલ્હીને 5 વર્ષ પાછળ કરી ગયો. આનાથી મોટો વિલેન કોણ હોઈ શકે. ઉલ્લેખનીય છે કે બીજેપીના દેશભરના સાંસદ વર્તમાન સમયમાં દિલ્હીમાં નુક્કડ સભા કરી રહ્યા છે.