શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2016 (15:05 IST)

સોમનાથમાં 108 કીલો સોનાનું દાન

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ ને 108 કિલો સોનું અર્પણ કરવાનો સંકલ્પ મુંબઇ નાં વેપારી દિલીપભાઈ લખી એ ત્રણ વર્ષ પહેલા કર્યો હતો અને બે વર્ષ પહેલા તેઓએ 60 કિલો સોનું દાન કર્યું હતું જેમાંથી ત્રિશુલ ધ્વજાદંડ, ડમરું, ગર્ભ ગૃહ , છતર , નાગ સહીત નાં ભાગો ને સુવર્ણ જડિત કર્યા હતા. હવે 40 કિલો સોનું વધારે દાન કરતા ગર્ભગૃહનાં દરવાજા અને ગર્ભગૃહનો અમુક ભાગ સુવર્ણ જડિત કરાયો છે.

મંદિરને મળેલા 100 કિલો એટલે કે આશરે 30 કરોડ રૂપિયાની કિંમતનાં સોનામાંથી 60 કિલો સોનું બે વર્ષ પહેલા મંદિરનાં અલગ અલગ ભાગોમાં લગાવ્યું હતું. જ્યારે 40 કિલો સોનામાંથી મંદિરનો ગર્ભગૃહનો ઉપરનો ભાગ અને દરવાજા સહીતનાં ભાગોને સુવર્ણ જડિત કરવાનું કામ છેલા બે દિવસથી ચાલી રહ્યું હતું. કામ પૂર્ણ થતાં સોમનાથ મહાદેવ મંદિરનું ગર્ભગૃહ અને દરવાજા તમામ વસ્તુ સુવર્ણ જડિત બની ગયું છે. મંદિરને ખુલ્લુ મુકાતા શ્રધાળુઓ વહેલી સવારથી સોમનાથ મહાદેવ મંદિરનાં ગર્ભગૃહનાં અલગ રૂપનાં દર્શન કરી રહ્યા છે. ધીમે ધીમે સોમનાથ મંદિર સોનાનું બની રહ્યું છે. જેના કારણે શિવ ભક્તો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. – પી.કે.લહેરી ( ટ્રસ્ટી-સેક્રટરી, સોમનાથ ટ્રસ્ટ અને રાજ્યપાલ)

એક ટન સોનાની જેટલી કીંમત થાય તેટલુ દાન કરવું જેમાં પછાત ગામોનો વિકાસ કરવા અને શાળા કોલેજમાં આ રકમ અનુદાન કરશે. આ માટે તાજેતરમાં જ તેઓ ની પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે વાતચીત થયા મુજબ નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને મનોહર પરીકરનો જેટલો વજન થાય તેટલું સોનુ અનુદાન કરવું અને તે સોનાની જે બજાર કિંમત થાય તે રકમ એક ટ્રસ્ટની રચના કરી તેમા જમા કરાવવા અને તેના વ્યાજ માંથી માનવ ઉત્કર્ષ ના કાર્યો કરવા માં આવશે.