1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 19 મે 2016 (16:28 IST)

ગુજરાતના પ્રથમ મહિલા લોકગાયિકા દિવાળીબેન ભીલનુ નિધન

પદ્મ શ્રી એવોર્ડ વિજેતા દિવાળીબેન ભીલનું ગુરુવારે 83 વર્ષની ઉંમરે નિધન થયુ છે. દિવાળીબેન લાંબા સમયથી બિમાર હતા. ગુજરાતના પહેલા મહિલા લોકગાયિકા તરીકે પ્રખ્યાત દિવાળીબેન ભીલ તેમના અનોખા અવાજ માટે જાણીતા હતા. દિવાળીબેન ભીલે 1970 અને 1980ના દાયકામાં ગુજરાતી ફિલ્મોમા સંખ્યાબંધ ગીતો ગાયા છે. અવિનાશ વ્યાસના સંગીતમાં તેમણે ગાયેલા ગીતો યાદગાર બની ગયા છે. તેમના યાદગાર ગીતોમાં ‘પાપ તારુ પરકાશ જાડેજા ધરમ તારો સંભાળ’, ‘સોના વાટકડી કેસર ઘોળ્યા વાલમિયા’, ‘મારે ટોડલે બેઠો મોર ક્યા બોલે’, ‘હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા  તારા મનમાં નથી’ વગેરેનો સમાવેશ થાય છે.
 
તેઓને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં. તેઓ અનેક ગુજરાતી ફિલ્મોમાં પોતાનું કોકિલ કંઠ આપ્યો હતો. સાથે જ ડાયરાઓમાં પણ પોતાના અવાજ દ્વારા મહેફીલો જમાવી હતી. ત્યારે આજે તેમનો જીવન દીપ બુજાઇ ગયો છે. ગુજરાતી લોકગાયક સમૂહે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે તેમના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.