1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 12 મે 2016 (12:05 IST)

ગોંડલમાં માવઠું, વીજળી પડતાં 1નું મોત, 2ને ઇજા

ગોંડલ પંથકમાં  અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. તોફાની પવન સાથે ગોંડલમાં 15 મિનિટમાં ધોધમાર સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. તેમજ થોડીવાર તો કરા પડતા લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. ગોંડલ, વીરપુર, જામવાડી સહિતના આજુબાજુના વિસ્તારમાં તોફાની પવન ફૂંકાતા મિનિ વાવાઝોડા જેવું દ્રશ્ય સર્જાયું હતું. અનેક સ્થળોએ ઝાડ અને હોર્ડિંગ્સ જમીનદોસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદથી ગોંડલના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.  વીજળી પડતા એકનું મોત અને બેને ઇજા પહોંચી હતી. તાલુકાના ઉમરાળી ગામમાં રહેતો દિવ્યેશ પંચાસરા નામનો યુવાન વરસાદ જોવા માટે પોતાની અગાશી પર ચડ્યો હતો. આ વખતે જ તેમના પર વીજળી પડાતા તેનું કરૂણ મોત નિપજ્યું હતું. તેમજ ગોંડલમાં બસસ્ટેન્ડ પાસે દીવાલ અને છાપરૂ પડતા બે મહિલાને ઇજા પહોંચી હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો.